Ahmedabad માં ડ્રાઈવિંગ રોડ પર પેટ્રોલ પંપ પાસે સર્જાયો ગંભીર અકસ્માત, બેકાબૂ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ
- અમદાવાદમાં ડ્રાઈવિંગ રોડ પર પેટ્રોલ પંપ પાસે અકસ્માત
- બેકાબૂ કાર પાન પાર્લરમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત
- કારચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી
અમદાવાદમાં ડ્રાઈવિંગ રોડ પર ઈન્ડિયન ઓઈલનાં પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ હતી. ચાલકે સ્ટીંયરીંગ પરથી કાબુ હુમાવતા કારે પલટી મારી હતી. ડ્રાઈવરે આગળ અન્ય લોકોને પઅ અડફેટે લીધા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.
બેકાબૂ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ
અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતોના બનાવ વધી રહ્યા છે. ગત રોજ અમદાવાદના ડ્રાઈવિંહ રોડ પર પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલ્ટી મારી હતી. બેકાબૂ કાર પાન પાર્લરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, કાર ચાલકે આગળ પણ અન્ય લોકોને અડફેટે લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
ગાડી પલ્ટી ખાતા અંદર બેઠેલા લોકો ભાગી ગયાઃ પાન પાર્લર માલિક
પાન પાર્લરના માલિક દ્વારા અકસ્માત બાબતે જણાવ્યું હતું કે, રાત્રીના 9.30 વાગ્યા આસપાસ હું દુકાનમાં મસાલા બનાવી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક ગાડી દુકાનમાં ઘુસી જવા પામી હતી. ગાડી ટકરાયા બાદ પલ્ટી ખાઈ જવા પામી હતી. ગાડી પલ્ટી મારતા અંદર બેઠેલા લોકો ભાગી ગયા હતા. ત્યાર બાદ હું દુકાનમાંથી બહાર આવ્યો હતો.
એસજી હાઈવે પર બ્રિજ પર અકસ્માત કાર ચાલક ફરાર
અમદાવાદ શહેરના વ્યસ્ત એસજી હાઈવે પર આવેલ પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર રાત્રે ભીષણ અકસ્માતની ઘટના બની હતી. ઘટનાની માહિતી મળતાં એસજી-1 ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ કાર અને એકટીવા સ્કૂટર વચ્ચે ધડાકાભેર ટક્કર થવા પામી હતી. આ અકસ્માતમાં એકટીવા ચલાવી રહેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Bhavnagar : ધોલેરા-ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત: 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત
પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ હાથ ધરી
દૂર્ઘટના બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે એક્ટિવા ચાલકે SG 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gondal : રસ્તે ચાલવાનાં મામલે સેઢા પાડોશી વચ્ચે બબાલ થતા ફાયરિંગ