Ahmedabad : નકલી જજને કોર્ટમાં રજૂ કરાયો, આરોપીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!
- આરોપી અને આર્બિટ્રેટર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની ધરપકડનો મામલો (Ahmedabad)
- આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનને મેટ્રો કોર્ટંમાં રજૂ કરાયો
- આરોપીએ પોલીસ દ્વારા માર માર્યાની કોર્ટમાં કરી ફરિયાદ
- માર મારી ગુનો કબૂલવા માટે પોલીસે પ્રયાસ કર્યાનો આરોપ
અમદાવાદમાં (Ahmedabad) નકલી કોર્ટ ઊભી કરી બોગસ જજ બની છેતરપિંડી આચરનારા આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનનો સામનો આજે અસલી જજ સાથે થયો હતો. કારંજ પોલીસે (Karanj Police) આરોપીનાં રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ, આરોપી અને નકલી આર્બિટ્રેટર મોરિસે પોલીસ પર જ ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયને (Morris Samuel Christian) કોર્ટમાં કહ્યું કે, પોલીસે ગુનો કબૂલવા માટે માર માર્યો છે. આરોપીની ફરિયાદનાં આધારે કોર્ટે મેડિકલ ચેકઅપ કરાવવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો - Ahmedabad : ભારે કરી..! આ ભેજાબાજે ઊભી કરી દીધી નકલી કોર્ટ, બોગસ વકીલ, સ્ટાફ પણ રાખ્યો!
પોલીસે માર માર્યાની કોર્ટમાં આરોપીની ફરિયાદ
ગઈકાલે કારંજ પોલીસે (Karanj Police, Ahmedabad) એક એવા ભેજાબાજની ધરપકડ કરી હતી, જેને કોર્ટ જેવો માહોલ ઊભો કરી આર્બિટ્રેટર બની વિવાદિત જમીનો પચાવી પાડવાનું કૌભાંડ રચ્યું હતું. આજે કારંજ પોલીસે આરોપીને મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. પરંતુ, આરોપી મોરિસે પોલીસ દ્વારા માર માર્યાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. આરોપીએ જજ સમક્ષ કહ્યું કે, પોલીસે માર મારી ગુનો કબૂલવા માટે દબાણ કર્યું હતું. ઇજા થતાં મારી સારવાર પણ ના કરાવી. આરોપીની ફરિયાદનાં આધારે કોર્ટે મેડિકલ ચેકઅપ (Medical Checkup) કરવાની મંજૂરી આપી છે. આવતીકાલે 3.30 કલાકે વધુ એક વખત આરોપીને કોર્ટમાં રજૂ કરાશે અને રિમાન્ડ અંગેની અરજી પર સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો - Rajkot : 'હું સોફા પર બેઠી હતી ત્યારે મને બાથમાં ભીડી અને...!' સો. મીડિયા ફ્રેન્ડને દીકરીની માતાએ રંગેહાથ ઝડપ્યો!
આરોપીએ ખોટી કોર્ટ ઊભી કરી, નકલી વકીલ, સ્ટાફ ઊભો કર્યો હતો
આરોપ મુજબ, મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન આર્બિટ્રેટર એટલે કે જજ હોય તે રીતે એક તરફી કાયદાનાં પ્રબંધો વિના કાર્યવાહી કરતો હતો. આરોપીએ ખોટી ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટ ઊભી કરીને ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઊભું કર્યું હતું. કોર્ટ સ્ટાફ અને વકીલો ઊભા કરી પોતે જજની જેમ વર્તીને જાતે જ ક્લેઇમ સેટલમેન્ટ કરી દાવો તૈયાર કરી અને કરાવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપી હતી. કરોડોની સરકારી જમીન ખાનગી વ્યક્તિનાં નામે કરી અસલ કોર્ટમાં દરખાસ્ત કરી હતી. જો કે, તેનો ફાંડો ફૂટી જતાં સિટિ સિવિલ કોર્ટનાં (City Civil Court) રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો - Vadodara : ગઠિયાએ મહિલાને તેના જ ઘરમાં કરી 'Digital Arrest', ધાક-ધમકી આપી પડાવ્યા રૂપિયા!