Ahmedabad : નરોડામાં ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે બે મહિલાનું કમકમાટીભર્યું મોત
- Ahmedabad નાં નરોડા વિસ્તારમાં 108 સેન્ટર પાસે ગોઝારો અકસ્માત
- ટ્રકચાલકે બે મહિલાને હડફેટે લેતા બંનેનું મોત
- હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બંને મહિલા થયું મોત
- એક મહિલા પોલીસ કર્મચારી, બીજી મહિલા 108 ની કર્મચારી હોવાનું તપાસમાં ખુલ્યું
Ahmedabad : નરોડા વિસ્તારમાં (Naroda) ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. 108 ઇમરજન્સી એમ્બ્લ્યુલન્સ સેવા સેન્ટર પાસે એક ટ્રકચાલકે એક્ટિવા સવાર બે મહિલાને અડફેટે લેતા સારવાર મળે તે પહેલા જ બંને મહિલાનું મોત નીપજ્યું છે. મૃતક બંને મહિલાની ઓળખ પોલીસ કર્મચારી અને 108 ઇમરજન્સી સેવાની કર્મચારી તરીકે થઈ છે. આ મામલે જી ટ્રાફિક પોલીસ (G Traffic Police) દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો - Navsari માં ડીજેની ગાડી પરથી નીચે પટકાતા યુવાનનું ઘટનાસ્થળે મોત,બીજા યુવક ગંભીર ઇજાગ્રસ્ત
Ahmedabad માં ટ્રકચાલકે બે મહિલાને હડફેટે લેતા બંનેનું મોત
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાં આવેલા 108 ઇમરજન્સી એમ્બ્લ્યુલન્સ સેવા સેન્ટર પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. એક ટ્રકચાલકે એક્ટિવા સવાર બે મહિલાને અડફેટે લેતા બંને મહિલા હવામાં ફંગોળાઈને પટકાઈ હતી. આ અકસ્માતમાં બંને મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે, સ્થાનિક લોકોએ બંને મહિલાઓને હોસ્પિટલ લઈ જવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ, હોસ્પિટલ પહોંચે અને સારવાર મળે તે પહેલા જ બંને મહિલાનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો - Ghandhinagar કલેકટરે જિલ્લાના નાગરિકોને સાબરમતી નદી કિનારે નહીં જવા કરી ખાસ અપીલ
એક મહિલા પોલીસ કર્મચારી, બીજી 108 ની કર્મચારી હોવાનું તપાસમાં ખુલ્યું
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃત બંને મહિલા પૈકી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને બીજી મહિલા 108 ઇમરજન્સી એમ્બ્લ્યુલન્સ સેવાની કર્મચારી એની હિરલબેન હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે જી ટ્રાફિક પોલીસ (G Traffic Police) દ્વારા હાલ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Surat ના સચિન GIDCમાં બની ચોંકાવનારી ઘટના, પૂર્વ પતિએ જ કર્યું પત્નીનું અપહરણ,ઓરોપી પોલીસના સંકજામાં


