Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Firing : શીલજ બ્રિજ પાસે બહેનની હાજરીમાં બનેવીએ સાળા પર ગોળીઓ વરસાવી, બે પેટમાં વાગી અને એક કાર પર

Ahmedabad Firing કેસમાં હત્યાનો પ્રયાસ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી અને તેના ભાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ahmedabad firing   શીલજ બ્રિજ પાસે બહેનની હાજરીમાં બનેવીએ સાળા પર ગોળીઓ વરસાવી  બે પેટમાં વાગી અને એક કાર પર
Advertisement

Ahmedabad Firing : ગુરૂવારની રાતે બોપલ વકીલ બ્રિજ પાસે બસેરા પાર્ટી પ્લૉટમાં લુખ્ખાઓના હુમલાએ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ને દોડતી કરી હતી. જેના બીજા દિવસે એટલે કે, શુક્રવારની રાતે શીલજ બ્રિજ પાસે બનેવીએ સાળા પર ગોળીઓ વરસાવતા શહેર અને ગ્રામ્ય પોલીસે દોડધામ કરી મુકી હતી. Ahmedabad Firing કેસમાં હત્યાનો પ્રયાસ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ બોડકદેવ પોલીસ સ્ટેશન (Bodakdev Police Station) માં આરોપી અને તેના ભાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો ? જાણવા વાંચો આ અહેવાલ...

Ahmedabad Firing કેસમાં કોણ-કોણ બન્યું આરોપી ?

અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે સુધીર ચંદુભાઈ ઠક્કર ઉર્ફે ગોપાલભાઈએ (રહે. થલતેજ, અમદાવાદ મૂળ રહે. દહેરાદૂન, ઉતરાખંડ) તેમના બનેવી અને બનેવીના ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર સુધીરભાઈના નાના બહેન શિતલ ઉર્ફે ગુડ્ડીના વર્ષ 2009માં અમદાવાદમાં રહેતા મૌલિક પ્રતાપચંદ્ર ઠક્કર સાથે થયા હતા. શીલજ બ્રિજ પાસે એમિનન્સ-96માં રહેતા શિતલબહેન સાથે તેમના પતિ મૌલિકે ગઈકાલે રાતે ઝઘડો કર્યો હતો. જેથી શિતલબહેને અમદાવાદ ખાતે રોકાયેલા તેમના ભાઈ સુધીરને ફોન કરીને "પતિ ઝઘડો કરે છે તો તમે મને લેવા ઘરે આવો". જેથી સુધીરભાઈ તેમના પિતા ચંદુભાઈ અને મોટા બનેવી ભાવિનભાઈ સુથાર સાથે કારમાં નીકળ્યા હતા. શીલજ બ્રિજ ઉતરતી વખતે સુધીરભાઈએ તેમના બહેનને ફલેટની નીચે આવવા ફોન પર જણાવ્યું. બહેન સામેથી ચાલતા આવતા હતા ત્યારે તેમની પાછળ હાથમાં ખુલ્લી રિવૉલ્વર લઈને બનેવી મૌલિક ઠક્કર તેમજ તેમની સાથે તેમનો ભાઈ જીતુ ઠક્કર (Jitu P Thakkar) આવી રહ્યો હતો. થોડાક અંતર દૂરથી મૌલિકે કાર ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી ભાવિનભાઈએ કાર રોકી દીધી અને તેમાંથી સુધીરભાઈ નીચે ઉતર્યા હતા. આ સમયે મૌલિકે રિવૉલ્વરમાંથી બીજા બે રાઉન્ડ ફાયરિંગ કરતા સુધીરભાઈને પેટના ભાગે ગોળીઓ વાગી હતી.

Advertisement

Ahmedabad Firing કેસમાં રિવૉલ્વર સાથે આરોપી ફરાર

રાત્રિના સાડા આઠેક વાગે બનેલી ફાયરિંગની ઘટનામાં કાર પર ગોળી છોડ્યા બાદ ચાલુ રાખેલા ગોળીબારમાં સુધીરભાઈને એક ગોળી પેટથી ઘસાઈને નીકળી ગઈ હતી. જ્યારે બીજી ગોળી જમણી બાજુ પેટમાં વાગી હતી. સુધીરભાઈના પિતા અને બહેને મૌલિક ઠક્કર (Maulik P Thakkar) વધુ ફાયરિંગ ના કરે તે હેતુથી રિવૉલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૌલિક ઝપાઝપી કરી તેના ભાઈ સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત સુધીર ઠક્કરની હાલમાં ખાનગી હૉસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં છે. બીજી તરફ બોડકદેવ પોલીસ અને ડીસીપી ઝોન 7 સ્કવૉડે આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો- Lab-Grown Diamond : વિશ્વમાં સૌથી મોટો કૃત્રિમ હીરાનો જવેલરી શૉ-રૂમ ખોલનારા માલિકો સામે 50 કરોડની છેતરપિંડીની ફરિયાદ

Tags :
Advertisement

.

×