Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં દાઝેલા દર્દીમાં ચામડીનું પ્રથમ સફળ પ્રત્યારોપણ
- સિવિલ હોસ્પિટલમાં દર્દીમાં ચામડીનું પ્રથમ સફળ પ્રત્યારોપણ (Ahmedabad)
- દર્દી 30 ટકા દાઝી ગયો હતો, સ્કીન ગ્રાફ્ટિંગ સફળ ઓપરેશન કરાયું
- સ્કીન બેંકમાં ડોનેશનમાં મળેલ ચામડી દ્વારા ઘા કવર કરાયા
સિવિલ હોસ્પિટલમાં કોઇ કારણસર 30 % દાઝી ગયેલા દર્દીની બળી ગયેલી ચામડીની જગ્યાએ થયેલા ઘાને રૂઝાવવા માટે નવી ચામડી લગાવવાની જરૂરી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા દર્દીને સ્કીન ગ્રાફ્ટિંગ કરવા માટે ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Mehsana : સરાજાહેરમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરતાં 3 રોમિયોનાં થયા આવા હાલ!
માહિતી મુજબ, દર્દીનાં શરીરમાંથી ઘા પર લગાવવા માટે પૂરતી ચામડી ન હોવાથી 50 % ભાગ પર દર્દીની પોતાની ચામડી અને બાકીનાં ઘા પર સ્કીન બેંકમાં ડોનેશનમાં મળેલ ચામડી દ્વારા સંપૂર્ણ ઘા કવર કરવામાં આવ્યા હતા. હાલમાં દર્દીનાં પોતાનાં શરીર પરથી લીધેલી ચામડીની જગ્યાએ રૂઝ આવતા થોડા સમય બાદ તે જ જગ્યાએ ફરીથી ચામડીનું પડ લઈ ફરીથી સ્ક્રિન ગ્રાફ્ટિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો - Ahmedabad : વેજલપુર પોલીસ સ્ટેશનનાં PSI, AMC ખાડિયા વોર્ડનો સફાઈ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
સિવિલ હોસ્પિટલનાં પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદે એ જણાવ્યું હતું કે, જો બાકીનો ઘા કવર કરવામાં ના આવે તો તેમાં ઈન્ફેક્શન થવાની, તેમાંથી પ્લાઝમા નીકળતા દર્દીનાં શરીરમાં પ્રોટિનની ઉણપ તેમ જ બીજા કોમ્પ્લિકેશન થવાની પણ શક્યતાઓ રહે છે. સ્કીન ગ્રાફ્ટિંગનાં સફળ ઓપરેશન બાદ હવે દાર્દીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ડો. સચદે એ વધુમાં જણાવ્યું હતું કે, દાનમાં મળેલ ચામડી બાયોલોજિકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે. આગળ જતાં બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવાનો સમય મળી રહે છે. આ ક્ષણે સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ દાઝેલા વ્યક્તિઓમાં મૃત્યુદર ઘટાડવા વધુમાં વધુ લોકો સ્કીન દાન કરે તેવી નાગરિકોને અપીલ પણ કરી છે.
અહેવાલ : સંજય જોશી, અમદાવાદ
આ પણ વાંચો - 'રાજકોટ અગ્નિકાંડ' બાદ હવે Ahmedabad માં ફરી શરૂ થશે ગેમઝોન, દિવાળી પહેલા મળી મંજૂરી!


