Ahmedabad: સવારથી ધુમ્મસ છવાયું, પ્રદૂષણના કારણે વિઝિબિલિટી ઘટી
- Ahmedabad: આજે સવારથી શહેરમાં અચાનક ઘનઘોર ધુમ્મસ છવાઈ
- વાહન ચાલકો હેડલાઇટ, પાર્કિંગ લાઈટના સહારે
- ધંધા, રોજગાર પર જતા લોકોને ધુમ્મસના કારણે થઈ હાલાકી
Ahmedabad: અમદાવાદમાં સવારથી ઘનઘોર ધુમ્મસ છવાયું છે. જેમાં પ્રદૂષણના કારણે સવારથી જ વિઝિબિલિટી ઘટી છે. ત્યારે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. જેમાં વાહન ચાલકો હેડલાઇટ, પાર્કિંગ લાઈટના સહારે વાહનો હંકારતા જોવા મળ્યા છે. તથા ધંધા, રોજગાર પર જતા લોકોને ધુમ્મસના કારણે હાલાકી પડી રહી છે.
શહેરમાં અચાનક ઘનઘોર ધુમ્મસ છવાઈ
આજે સવારથી શહેરમાં અચાનક ઘનઘોર ધુમ્મસ છવાઈ જતાં અમદાવાદીઓએ ઠંડીની સાથે સ્મોગનો પણ અનુભાવ થઈ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં દ્રશ્યતા એટલી ઓછી રહી કે વાહનચાલકોને માર્ગ દેખાતો ન હોવાથી હેડલાઇટ અને ઈન્ડિકેટર ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. શહેરના એસ.જી. હાઈવે, નરોડા, વટવા, મણિનગર, ઘાટલોડિયા, સેટેલાઈટ અને આશ્રમ રોડ, નારોલ, પીરાણા સહિતના વિસ્તારમાં ખાસ કરીને ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.
Ahmedabad: ઓફિસ જતા લોકોને ભારે અડચણો પડી
કેટલાક વિસ્તારોમાં તો 50થી 100 મીટર સુધી જ દ્રશ્યતા રહી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ઓફિસ જતા લોકોને ભારે અડચણો પડી હતી. છેલ્લા કેટલાક દિવસોથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. જો આજ રીતે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જશે તો શહેરમાં શ્વાસ સંબંધિત બીમારીઓના કેસોમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસના દર્દીઓએ સાવચેતી રાખવાની જરૂર છે.
આ પણ વાંચો: Bilaspur Train Accident: રેલવેએ જણાવ્યું પેસેન્જર ટ્રેન શા માટે અને કેવી રીતે માલગાડી સાથે અથડાઈ