Ahmedabad : ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
- ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
- વિવિધ યોગ દ્વારા પરિસર યોગમય બન્યું
- યોગ શિબિરમા ભાગ લેનારને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું
- યુનિવર્સિટીના પરિસરમાં સિંદૂર વૃક્ષનુ રોપણા કરવામાં આવ્યું
Ahmedabad : માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી(BAou ) ખાતે માનનીય કુલપતિ પ્રો ડૉ.અમીબહેન ઉપાધ્યાયજીના (Chancellor Dr. Amiben)માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,
યોગ દિવસ ની શરૂઆતમા વિશાખાપટ્ટનમ ખાતેથી દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં યોગદિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું.તેમજ અમદાવાદમાં બનેલ પ્લેન દુર્ઘટનામાં આકસ્મિક મૃત્યુ પામેલ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી અને અન્ય યાત્રીઓના આત્માને ભાવપૂર્ણ અંજલી પાઠવેલ અને સૌ સદ્દગતના માનમાં બે મિનીટનું મૌન પડ્યું હતું.
યુનિવર્સીટીના પરિસરમાં યોગાભ્યાસમાં યોગના માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા આયુષ્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ પ્રોટોકોલ મુજબના યોગ અભ્યાસ કરવામા આવેલ યોગગુરુ ડો .વિક્રમભાઈ ઉપાધ્યાયે જીવનમાં યોગના મહત્વ વિશે સમજણ આપી અને જણાવ્યુ હતું કે યોગ એ ભારતની વિરાસત અને ધરોહર છે. આપણે વિકાસ તો કરવાનો જ છે,સાથે-સાથે જ વિરાસતને પણ સાચવવાની છે. ધરોહર અને વિરાસતનું રક્ષણ કરવું એ આપણા સૌ માટે ગર્વની અનુભૂતિ છે.અને આપણા જીવનમાં યોગ ને દિનચર્યા બનાવાવા જણાવ્યું હતું
ત્યારે આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડૉ. બિરન નાયક એ બીજરૂપ વ્યાખ્યાન આપ્યું હતું તેમજ યુનિવર્સિટીના ઉપક્રમ ચાલીરહેલ 10 દિવસ દરમ્યાન સ્વસ્થ રક્ષા અને યોગશિબિર અને જ્ઞાન સત્ર મા જે લોકો એ જોડાયેલા હતા તેઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ બે શિબિરાર્થીઓ પ્રતિભાવઓ જણાવામાં આવ્યા હતા
યુનિવર્સિટીના માનનીય કુલગુરુ પ્રો ડો અમીબેન ઉપાધ્યાયજીએ જણાવ્યું હતું કે યોગ ને જીવનમાં અપનાવાથી આપણી તંદુરસ્તી મા વધારો થાય છે અને જીવન મા યોગ થકી તમામ દુઃખ નો અંત આવે છે
આથી જ આપણા જીવનમાં રોજે રોજ યોગ આપણા જીવનમાં અપનાવવા જોઇએ જેથી આપણી સંસ્કૃતિ થકી સ્વસ્થ રહી શકયે તેમ જણાવ્યું હતું ઓપરેશન સિંદૂર ની સફળતા મળતા યુનિવર્સિટીના પરિસરમાં આજે સિંદુર વૃક્ષનું રોપાણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુનિવર્સિટી ના એક્સટેન્શન એક્ટિવિટીઝ સેલ ના ડો કૃતિબેન છાંયા તેમજ આસીસ્ટન્ટ પ્રોફેસર દિગીશ વ્યાસ દ્વારા સફળ રીતે કરવામા આવેલ હતું આ કાર્યક્રમ યુનિવર્સિટીના સમગ્ર પરિવાર એ ભાગ લીધો હતો


