Ahmedabad : LLB વિદ્યાર્થીઓ આનંદો..! HC નાં ચુકાદા બાદ 4500 થી વધુ છાત્રોને મોટી રાહત
- ગુજરાતનાં કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર (Ahmedabad)
- 4500 થી વધુ વિદ્યાર્થીઓ માટે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
- બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રોવિઝન સનદ આપવા નિર્ણય
- LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝન સનદ ન મળતા અરજી કરાઈ હતી
Ahmedabad : ગુજરાતનાં કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા અને આનંદનાં સમાચાર આવ્યા છે. 4500 થી વધુ વિદ્યાર્થીઓ માટે હાઈકોર્ટે (Gujarat High Court) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટની દખલગીરી બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા પ્રોવિઝન સનદ આપવા નિર્ણય કરાયો છે. LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝન સનદ (Provision Certificate) ન મળતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.
આ પણ વાંચો - Gujarat Congress : એક તરફ પ્રદેશ પ્રમુખની પસંદગી, બીજી તરફ દિગ્ગજ નેતાના નિર્ણય એ આંચકો આપ્યો!
4500 થી વધુ વિદ્યાર્થીઓ માટે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં 28 જેટલી ગ્રાન્ટેડ કોલેજોથી LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝન સનદ ન મળતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. આ મામલે હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી થતાં 4500 કરતા વધુ વિધાર્થીઓનાં ભાવી અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટની દખલગીરી બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (Bar Council of India) દ્વારા પ્રોવિઝન સનદ આપવા નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો - Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાની પસંદગી
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રોવિઝન સનદ આપવા નિર્ણય
નોંધનીય છે કે, વર્ષોથી અટકેલી પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા હવે કાયદા શાખાનાં (LLB) હજારો વિધાર્થીઓને પ્રોવિઝન સનદ આપવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સનદ આપવાનાં પોઝિટિવ નિર્ણય અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાણ કરાઈ છે. 28 જેટલી ગ્રાન્ટેડ લો કોલેજો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને (BCI) પૈસા ન ચૂકવતા પ્રોવિઝન સનદ નહોતી મળી રહી. પ્રોવિઝન સનદ મળ્યા બાદ જ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનમાં (AIBE) પ્રવેશ મળે છે. સનદ ન મળવાને કારણે કાયદા શાખા સાથે જોડાયેલા અનેક સ્નાતક વિધાર્થીઓનું ભાવિ અંધકારમાં હતું.
આ પણ વાંચો - Jamnagar : ગર્ભવતી પત્નીને હેવાન પતિએ ઢોર માર માર્યો, ગર્ભમાં રહેલ 5 માસનાં માસૂમનું મોત


