Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ઇસનપુર ડિમોલિશનનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો, તત્કાળ સુનાવણીની કરાઈ માગ

Ahmedabad: અમદાવાદના ઇસનપુરમાં ડિમોલિશન નો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે ડિમોલિશનને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં તત્કાળ સુનાવણીની માંગ કરાઈ છે ગુજરાત હાઇકોર્ટે તમામ દસ્તાવેજી પુરાવાની ધ્યાનમાં રાખી તત્કાળ સુનાવણીની માંગને ગ્રાહ્ય રાખી છે. અરજદારો તરફથી રજૂઆત એ કરવામાં આવી...
ahmedabad  ઇસનપુર ડિમોલિશનનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો  તત્કાળ સુનાવણીની કરાઈ માગ
Advertisement

Ahmedabad: અમદાવાદના ઇસનપુરમાં ડિમોલિશન નો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે ડિમોલિશનને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં તત્કાળ સુનાવણીની માંગ કરાઈ છે ગુજરાત હાઇકોર્ટે તમામ દસ્તાવેજી પુરાવાની ધ્યાનમાં રાખી તત્કાળ સુનાવણીની માંગને ગ્રાહ્ય રાખી છે. અરજદારો તરફથી રજૂઆત એ કરવામાં આવી છે કે છેલ્લા 40 વર્ષથી રહેતા 190 જેટલા મકાનોની કોર્પોરેશને રાતો રાત તોડી પાડ્યા છે.

વૈકલ્પિક વ્યવસ્થા આપવી એ ખૂબ જરૂરી હોવાની પણ રજૂઆત

પ્રસ્તુત કેસમાં 42 પરિવારો તરફથી હાઇકોર્ટમાં આજે ડિમોલિશન કરવાની કામગીરી ચાલી રહી છે તેને અટકાવવા માટે અરજી કરવામાં આવી તેમાં એ પણ ટાંકવામાં આવ્યું છે કે બોમ્બે મ્યુનિસિપલ એક્ટ મુજબ આ ડિમોલિશન જે છે તે કાયદાથી વિરુદ્ધ છે. આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા આપવી એ ખૂબ જરૂરી હોવાની પણ રજૂઆત કરાઈ છે. કોઈ નોટિસ કે અગ્રિમ સૂચના વગર કોર્પોરેશન દ્વારા મકાનો અને દુકાનોની તોડવાની કામગીરી કરાઈ રહી છે.

Advertisement

તોડવાની કામગીરીથી અનેક પરિવારો છે તે હાલ બેઘર બન્યા

ઉપરાંત વર્ષ 2009 થી 2024 સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ જમીનનું કબજો મેળવવા આ સમગ્ર કેસમાં કેમ કોઈ કાર્યવાહી ન કરી તેને લઈને પણ અનેક સવાલો જે છે તે અરજદારોએ કોર્ટ સમક્ષ કર્યા છે અચાનક તંત્ર એ મકાનોની દુકાનો તોડવાની કામગીરીથી અનેક પરિવારો છે તે હાલ બેઘર બન્યા છે અને તે મતલબની પણ રજૂઆત છે તે કરવામાં આવી છે પરંતુ કેસમાં શા માટે તંત્ર કાયદાનો દુરુપયોગ કરી રહ્યું છે તે લઈને પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે જોકે આ સમગ્ર મુદ્દે આવતીકાલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ સમગ્ર કેસમાં વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે. નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે તમામ દસ્તાવેજી પુરાવાની ધ્યાનમાં રાખી તત્કાળ સુનાવણીની માંગને ગ્રાહ્ય રાખી છે.

Advertisement

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: AHMEDABAD: સગીરાની મરજી હોય તો શારીરિક સંબંધ ગેરકાયદેસર ગણાય, આરોપીને 10 વર્ષની સજા

આ પણ વાંચો: CHEMICAL MANGO: કેરી એટલે મોત! રાત્રે આંબેથી ઉતરે, સવારે પાકી જાય અને બપોરે તમારા ઘરે પણ પહોંચી જાય!

આ પણ વાંચો: BHARUCH: લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરિત, હોનારત થાય તો જવાબદાર કોણ?

Tags :
Advertisement

.

×