Ahmedabad : વ્હાઇટ ટોપિંગ રોડમાં ગાબડાનો મુદ્દો AMC ની સભામાં ગૂંજ્યો, વિપક્ષનાં આરોપ
- આજે AMC ની સામાન્ય સભામાં વ્હાઇટ ટોપિંગ રોડનો મુદ્દો ગુંજ્યો (Ahmedabad)
- નાગરિકોની સમસ્યા અંગે ચર્ચા કરવાને બદલે શાસક પક્ષ મજાકનાં મૂડમાં હોવાનો આરોપ
- વ્હાઇટ ટોપિંગ રોડમાં ગાબડા અંગે પૂછતા રોડ કમિટીનાં પૂર્વ ચેરમેને રમુજી જવાબ આપ્યો!
- ભ્રષ્ટાચાર છુપાવવા પૂર્વ ચેરમેને કહ્યું કે, કોંગ્રેસની નજર લાગી માટે રોડ તૂટ્યો : શહેઝાદ ખાન
Ahmedabad : અમદાવાદમાં (Ranip) તાજેતરમાં બનાવેલ વાઇટ ટોપિંગ રોડમાં મસમોટા ખાડાઓ પડવાનો મુદ્દો આજે એએમસીની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જો કે, પ્રજાની સમસ્યા અને પ્રશ્નો શાસક પક્ષ માટે માત્ર મજાક હોય તેવા આરોપ થયા છે. સામાન્ય સભામાં પ્રજાનાં પ્રશ્નો અંગે ચર્ચા કરવાને બદલે નેતાઓ મજાકનાં મૂડમાં હોય તેવો આક્ષેપ વિપક્ષ નેતાએ કર્યો છે. રાણીપમાં (Ranip) વ્હાઇટ ટોપિંગ રોડમાં ગાબડા અંગે જ્યારે વિપક્ષે પૂછ્યું તો પૂર્વ રોડ કમિટીનાં ચેરમેને મહાદેવ દેસાઈએ રમુજી જવાબ આપી કહ્યું કે, 'વ્હાઈટ ટોપિંગ રોડને (White Topping Road) તમારી નજર લાગી એટલે તૂટ્યો છે.'
આ પણ વાંચો - Gujarat High Court ના લાઈવ સ્ટ્રીમીંગનો વીડિયો વાયરલ થયો, ચાંદખેડા PI ને હાઇકોર્ટે ઝાટક્યા
પ્રજાનાં પ્રશ્નો અંગે ચર્ચા કરવાને બદલે શાસક પક્ષ મજાકનાં મૂડમાં હતો : શહેઝાદ ખાન
આજે અમદાવાદ મહાનગર પાલિકાની (AMC) માસિક સમાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં નાગરિકોની વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સભા બાદ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે (Shehzad Khan Pathan) મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સભામાં પ્રજાનાં પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ચર્ચા કરવાને બદલે શાસક પક્ષનાં નેતાઓ મજાકનાં મૂડમાં હતા. શહેરમાં તાજેતરમાં બનેલા વ્હાઇટ ટોપિંગ રોડમાં (White Topping Road) મસમોટા ગાબડા પડી ગયા છે.
આ પણ વાંચો - Bhavnagar : તાતાણીયા ગામે પ્રિન્સિપાલની ઓફિસને ગ્રામજનોએ જ કરી તાળાબંધી, કારણ ચોંકાવનારું!
'ભ્રષ્ટાચાર છુપાવવા પૂર્વ ચેરમેને કહ્યું કે, કોંગ્રેસની નજર લાગી માટે રોડ તૂટ્યો'
શહેઝાદ ખાને આગળ જણાવ્યું કે, રાણીપ વિસ્તારમાં (Ahmedabad) હાલમાં જ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો, જેમાં ગાબડા પડી ગયા છે. આ અંગે જ્યારે શાસક પક્ષને (BJP) પૂછવામાં આવ્યું તો રોડ કમિટીનાં પૂર્વ ચેરમેન મહાદેવ દેસાઈએ (Mahadev Desai) ભ્રષ્ટાચાર છુપાવવા વિવાદિત અને હાસ્યાસ્પદ નિવેદન આપી કહ્યું કે, કોંગ્રેસની (Congress) નજર લાગી માટે રોડ તૂટ્યો. હું માનું છું કે ભાજપ નેતા આ પ્રકારેનાં નિવેદનો આપીને પોતાનો કરેલો ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કરે છે. શહેઝાદ ખાને કહ્યું કે, બે વર્ષ પહેલા જ્યારે વ્હાઇટ ટોપિંગ રોડની વાત થઈ ત્યારે મનમાં અનેક સવાલો હતા કે, જે પક્ષ ડામરનાં રોડ યોગ્ય રીતે બનાવી નથી શક્તો તે વ્હાઇટ ટોપિંગ રોડ કેવી રીતે બનાવશે ? પરંતુ, તેમનો ભ્રષ્ટાચાર ઉઘાડો થતા હવે તેમને જનતા જવાબ આપશે.
આ પણ વાંચો - Rajkot : 13 વર્ષીય વિદ્યાર્થી મેળાની મજા માણવા અટલ સરોવર ગયો, હાર્ટ એટેક આવતા મોત!


