Khyati Hospital સામે વિરોધ પ્રદર્શન કરતા કડી થોળ હાઈવે લોકોએ કર્યો બંધ
- Khyati Hospital ના વિરોધની ગુંજ કડીમાં પણ ઉઠી
- મહિલાઓ અને પુરુષો કડી થોળ હાઈવે પણ બંધ કર્યો
- Khyati Hospital ના ખેલમાં કુલ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય
Ahmedabad Khyati Hospital : અમદાવાદની Khyati Hospital નો મામલો દિવસે અને દિવસે વેગ પકડી રહ્યો છે. એક પછી એક રાજ્યમાંથી ન્યાયની ગુહાર લગાવતા લોકો રસ્તો આવી રહ્યા છે. કારણ કે... Khyati Hospital ના તબીબોએ પૈસાની લાલચમાં લાંબા સમયથી લોકોના જીવના ચેળા કરી રહ્યા હતા. તેના કારણે ભૂતકાળમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરંતુ ત્યારે તેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. હાલમાં, જે રીતે Khyati Hospital નો કાંડ સામે આવ્યો છે, તેના કારણે જે લોકો સાથે Khyati Hospital એ ભૂતકાળમાં પણ અન્યાય કર્યો હતો. તેઓ સામે આવી રહ્યા છે.
મહિલાઓ અને પુરુષો કડી થોળ હાઈવે પણ બંધ કર્યો
તાજેતરમાં Khyati Hospital વિરુદ્ધ કડીના બોરીસણા ગામના લોકોએ વિરોધના પાયા નાખ્યા છે. તેના અંતર્ગત તમામ ગ્રામજનો કડીના મુખ્યમાર્ગ ઉપર ઉતરી આવ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ મુખ્યમાર્ગને બંધ કર્યો છે. અને તેઓ Khyati Hospital ને સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મહિલાઓ અને પુરુષો કડી થોળ હાઈવે પણ બંધ કર્યો છે. તેઓ પોતાના સ્વજનો માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. કારણ કે... કડીમાંથી ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટો ખુલાસો થયો છે. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખ્યાતિ હોસ્પિટલના એજન્ટો સક્રિય હતા. તેઓ ગામના લોકોને ભોળવીને આવા કેમ્પનું આયોજન કરતા હતા.
આ પણ વાંચો: VADODARA : દિપાવલી પૂર્વે સુશોભન માટે મુકાયેલુ LED લાઇટનું સ્ટેન્ડ નમી પડ્યું
Khyati Hospital ના ખેલમાં કુલ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય
જોકે ખ્યાતિનાં ખેલમાં (Khyati Hospital) ડૉ. પ્રશાંત વજિરાણી, ડૉ. રાજશ્રી પ્રદીપ કોઠારી, ડાયરેક્ટર કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, સંજય પટોળિયા સામે ફરિયાદ નોંધાઈ છે. પીડિત પરિવારનાં બે સભ્યોએ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે, આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. અગાઉની તાપસમાં વધુ મસમોટા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો: HM હર્ષ સંઘવીએ મીડિયાનો આભાર માનતા કહ્યું, મીડિયાની ટીકામાંથી શીખ લઈ અમે કામ કર્યું


