Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : "કોંગ્રેસ આંદોલનની પાર્ટી, અમારુ મૂળ DNA લોકપ્રશ્ન છે" - ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

AHMEDABAD : કોંગ્રેસ આંદોલનની પાર્ટી છે. અમારૂ મૂળ ડીએનએ લોકપ્રશ્નો છે. રાજ્યમાં ખેડૂતો અને ખેતમજૂરોની હાલત ખૂબ ખરાબ છે
ahmedabad    કોંગ્રેસ આંદોલનની પાર્ટી  અમારુ મૂળ dna લોકપ્રશ્ન છે    ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
Advertisement
  • ખેડૂતોના પ્રશ્ને આજે કોંગ્રેસ ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું
  • રાજ્યભરમાં ખેડૂતો અને ખેતમજૂરોના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી
  • આગામી સમયમાં આંદોલનની જાહેરાત કરતા કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

AHMEDABAD : આજરોજ અમદાવાદ (AHMEDABAD) ના કોંગ્રેસ ભવન (CONGRESS BHAVAN) ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોને સ્પર્શતા વિવિધ મુદ્દે (FARMER ISSUE) ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકના અંતે હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનર અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ (EX MLA INDRANIL RAJGURU) મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં સમગ્ર બેઠકનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો.

અમે તેમને બોલતા કરીશું.

હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનર અને પૂર્વ ધારાસભ્યશ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરૂના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક અંગે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ આંદોલનની પાર્ટી છે. અમારૂ મૂળ ડીએનએ લોકપ્રશ્નો છે. ખેડૂતો માટે આજે કોંગ્રેસ ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ખેડૂતો અને ખેતમજૂરોની હાલત ખૂબ ખરાબ છે. તેમના પ્રશ્નોને લઇને કોંગ્રેસ આવનારા દિવસોમાં આંદોલન કરવા જઇ રહી છે. ખેડૂતોના અનેક પ્રશ્નો છે, અમે તેમને બોલતા કરીશું.

Advertisement

પાકવીમો, જમીન માપણી અને પોષણક્ષમ ભાવોના પ્રશ્નો

વધુમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે, ખેડૂત જાગૃતિના નામે અમે આંદોલન કરીશું. આજે ખેડૂતોનો રાસાયણિક ખાતર પૂરતી માત્રામાં મળતા નથી. પાકવીમો, જમીન માપણી અને પોષણક્ષમ ભાવોના પ્રશ્નો છે. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં તાલુકા કક્ષાએ આંદોલન કરશે.

Advertisement

આ પણ વાંચો --- Ahmedabad Civil Hospital: એશિયાની સૌથી મોટી સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ અંધશ્રદ્ધાની જાળમાં?

Tags :
Advertisement

.

×