Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : નરોડા-દહેગામ હાઈવે અકસ્માત, કારચાલકનો Video આવ્યો સામે, જાણો શું કહ્યું ?

આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા સવાર બે યુવકના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.
ahmedabad   નરોડા દહેગામ હાઈવે અકસ્માત  કારચાલકનો video આવ્યો સામે  જાણો શું કહ્યું
Advertisement
  1. નરોડા-દહેગામ હાઈવે પર સર્જાયેલા અકસ્માતનો મામલો (Ahmedabad)
  2. બે યુવકોનાં મોત, કારચાલકનો વીડિયો આવ્યો સામે
  3. વીડિયોમાં દારૂ પીધો હોવાનું કારચાલકે કર્યો સ્વીકાર

અમદાવાદમાં (Ahmedabad) નરોડા-દહેગામ હાઈવે પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા હતા. નશામાં ધૂત ચાલકની કાર ડિવાઇડર કૂદીને સામેથી આવતા એક્ટિવા પર પડી હતી, જેનાં કારણે એક્ટિવા પર સવાર બે યુવકના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા. આ કેસમાં હવે કારચાલકનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સ્વીકારે છે કે અકસ્માત સમયે તેણે દારૂ પીધો હતો.

આ પણ વાંચો - Ahmedabad : નરોડા-દહેગામ હાઈવે પર ફિલ્મી સ્ટંટ જેવો અકસ્માત! બે યુવકનાં મોત, જુઓ હચમચાવે એવો Video

Advertisement

નરોડા-દહેગામ હાઈવે પર અકસ્માતમાં બે યુવકોનાં મોત

અમદાવાદમાં (Ahmedabad) નરોડા-દહેગામ હાઈવે (Naroda-Dehgam Highway) પર એક પૂરઝડપે આવતી કાર ફિલ્મી સ્ટંટની જેમ ડિવાઇડર કૂદીને સામેથી આવતા એક્ટિવા પર પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા સવાર બે યુવકનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને ડ્રાઇવરને કારમાંથી બહાર કાઢી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે કારનો ડ્રાઇવર અક્સમાત સમયે નશામાં ધૂત હતો. અકસ્માતના CCTV ફૂજેટ પણ સામે આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Surat : BJP મહિલા નેતાનો આપઘાત કેસ, PM રિપોર્ટમાં થયો આ મોટો ઘટસ્ફોટ!

દારૂ પીધો હોવાનું ડ્રાઇવરે વીડિયોમાં સ્વીકાર્યું

જો કે, હવે આ કેસમાં અકસ્માત સર્જનાર કાર ડ્રાઇવરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દારૂના ચિક્કાર નશામાં હોય તેમ જણાઈ રહ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવે છે કે તમે દારૂ પીને આવ્યા હતા ? ત્યારે તે સ્વીકારે છે અને કહે છે કે 'હા'...જે હોય તે હકીકત કહેવાની હોય છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજ અને અન્ય વીડિયોનાં આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - BZ Group Scam : લોકોના રૂપિયા પર તાગડધિન્ના કરતા ઠગ એજન્ટ મયુર દરજીનો Video Viral

Tags :
Advertisement

.

×