Ahmedabad News : ધોળકામાં એક પરિવારે કર્યો સામૂહિક આપઘાત, પિતા અને પુત્રનું મોત, અન્ય બેની હાલત ગંભીર
ધોળકાનાં મફલીપુર ગામ એક પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. જેમાં પિતા અને દીકરાનું મોત નિપજ્યું છે તથા માતા અને અન્ય દીકરાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર પરિવારે ઝેરી દવાપી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર ધોળકાના કુલીકુંડમાં આવેલા રામદેવ નગર સોસયટીમાં આ પરિવાર રહેતો હતો. એક જ પરિવારનો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી હતી. એક જ પરિવારના પિતા અને બે પુત્ર તથા માતા એમ ચાર લોકોનો અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી તમામને ધોળકાની શરણમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે પિતા અને મોટા પુત્રને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
આ સમગ્ર બાબતે ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. પરિવારે કયા કારણોસર આત્મહત્યા કરી છે તેણે લઈને તપાસ કરવામાં આવશે. હાલમાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. કિરણ રાઠોડ કોઠ GEB માં નોકરી કરતા હતા. પરિવાર મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે.
પરિવારના સભ્યોના નામ
- કિરણ રાઠોડ
- નીતાબેન રાઠોડ
- હર્ષ રાઠોડ
- હર્ષિલ રાઠોડ
આ પણ વાંચો : 53 વર્ષથી મેળો : ગોંડલમાં પોરબંદર સાંસદ અને ધારાસભ્યના પ્રતિનિધિના હસ્તે મેળો ખુલ્લો મુકાયો


