Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News: ગોતા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડતા મોત

Ahmedabad ના સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડરે સોસાયટીના સભ્યની વાત ધ્યાને લીધી ન હતી
ahmedabad news  ગોતા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડતા મોત
Advertisement
  • Ahmedabad ના સેવન બ્લીસ ફ્લેટમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી જતા મોત
  • બિલ્ડરે સોસાયટીના સભ્યની વાત ધ્યાને ન લીધી
  • બિલ્ડરની બેદરકારીથી બાળકના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો

Ahmedabad News: અમદાવાદમાં આવેલ ગોતા વિસ્તારના સેવન બ્લીસ ફ્લેટમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી જતા મોત થયુ છે. જેમાં સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડરે સોસાયટીના સભ્યની વાત ધ્યાને લીધી ન હતી. તએથી ગોતા સેવન બ્લીસ ફ્લેટમાં ઘટના બની હતી. જેમાં 5 વર્ષીય દર્શુલ નામના બાળકનું ટાંકીમાં ડૂબી જવાથી મોત થયુ છે.

બિલ્ડરની બેદરકારીથી બાળકના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો

ફ્લેટ પાર્કિંગ પાસે ટાંકીનું ઢાંકણું નીચે પડી ગયું હતું. બિલ્ડરની બેદરકારીથી બાળકના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવા વિશે ફ્લેટના સભ્યોએ જાણ કરી હતી. તેમજ બિલ્ડરે સોસાયટીના સભ્યની વાત ધ્યાને ન લીધી હતી. બિલ્ડરે સોસાયટીને હજુ સુધી વહીવટ સોંપ્યો નથી. તેથી આ ઘટના બની છે.

Advertisement

Ahmedabad ના બિલ્ડર દ્વારા સેવન બ્લીસ ફ્લેટનો વહીવટ કરવામાં આવી રહ્યો છે

છેલ્લા દોઢ વર્ષથી Ahmedabad ના બિલ્ડર દ્વારા સેવન બ્લીસ ફ્લેટનો વહીવટ કરવામાં આવી રહ્યો છે. તેમજ વારંવાર કહેવા છતાં બિલ્ડર દ્વારા સોસાયટીને વહીવટ સોંપવામાં આવ્યો નથી.

Advertisement

સેવન બ્લીસ ફ્લેટની અંડર ગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું નીચે પડી ગયું

સેવન બ્લીસ ફ્લેટની અંડર ગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું નીચે પડી ગયું હતું. તેમજ સોસાયટીના સભ્ય દ્વારા પણ જાણ કરવામાં આવી હતી કે ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે. છતાં બિલ્ડરે કોઇ ધ્યાન ના આપતા બાળકનો ભોગ લેવાયો છે તેમ સ્થાનિકો જણાવી રહ્યાં છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકો ફ્લેટના પાર્કિંગમાં રમી રહ્યાં હતા. તે દરમિયાન બાળક અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયું હતું. ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોવાની લોકો દ્વારા જાણ કરવામાં આવી હોવા છતા કોઈ કાર્યવાહી ન કરતા બાળકનું મોત થયું છે.

આ પણ વાંચો: Weather Update: દિલ્હી-NCR માં ફરી ભારે વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

Tags :
Advertisement

.

×