Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News: સ્કૂલમાં ચોથા માળેથી કૂદીને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો
ahmedabad news  સ્કૂલમાં ચોથા માળેથી કૂદીને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
Advertisement
  • નવરંગપુરા વિસ્તારની સોમ લલિત સ્કૂલની ઘટના
  • ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત

Ahmedabad News: અમદાવાદમાં વિદ્યાર્થિનીના આપઘાતના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થિની કૂદી હતી. તેમાં નવરંગપુરા વિસ્તારની સોમ લલિત સ્કૂલની ઘટના છે. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયુ છે. તેમાં વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ અકબંધ છે.

Advertisement

ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

ઉલ્લેખનીય છે કે 24 જુલાઈના રોજ અમદાવાદના નવરંગપુરાની સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીચે પટકાતા વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાઈ હતી, જેમાં આજે (25 જુલાઈ) સારવાર દરમિયાન તે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદકો માર્યો તે સમયના CCTV પણ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થિની હાથમાં કીચેઇન ફેરવતા ફેરવતા લોબીમાં આવી અને છલાંગ લગાવી દે છે. વિદ્યાર્થિની બીમાર હોય તેવી શક્યતા છે. 15 દિવસ પહેલા મહિનાની રજા બાદ વિદ્યાર્થિની ફરી સ્કૂલે આવી હતી.

Advertisement

વિદ્યાર્થિનીને બચાવવા તેની ફ્રેન્ડે પ્રયાસ કર્યો હતો, પણ સફળ રહી નહોંતી

વિદ્યાર્થિની બપોરે 12.27.02 વાગ્યે સ્કૂલના ચોથા માળની બાલકનીની રેલિંગ કૂદી હતી. વિદ્યાર્થિનીને બચાવવા તેની ફ્રેન્ડે પ્રયાસ કર્યો હતો, પણ સફળ રહી નહોંતી. આપઘાતના પ્રયાસ કરવા પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. નવરંગપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Loan Scam: નોકરી નહીં, પગાર નહીં છતાં રૂ.5.50 કરોડની SBI બેંકમાંથી લોન મળી

Tags :
Advertisement

.

×