Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News: અકસ્માતમાં બેના મોત, ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે એક્ટીવા અને કાર વચ્ચે ટક્કર

એક્ટીવા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત ઘટનામાં એક્ટીવા પર સવાર બે લોકોના મોત એકટીવા ચાલક BRTS રેલીંગમાં ધસી આવ્યો Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતની ઘટનામાં બેના મોત થયા છે. જેમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે. તેમાં...
ahmedabad news  અકસ્માતમાં બેના મોત  ઝાંસીની રાણી brts બસ સ્ટેન્ડ પાસે એક્ટીવા અને કાર વચ્ચે ટક્કર
Advertisement
  • એક્ટીવા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
  • ઘટનામાં એક્ટીવા પર સવાર બે લોકોના મોત
  • એકટીવા ચાલક BRTS રેલીંગમાં ધસી આવ્યો

Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતની ઘટનામાં બેના મોત થયા છે. જેમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે. તેમાં એક્ટીવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક્ટીવા પર સવાર બે લોકોના મોત થયા છે. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘટના બની છે. જેમાં એકટીવા ચાલક BRTS રેલીંગમાં ધસી આવ્યો હતો.

જાણો શું છે ઘટના

નહેરૂનગર નજીક આવેલા ઝાંસીની રાણી BRTS સ્ટેન્ડ પાસે અકસ્માત થયો હતો,. જેમાં એક્ટિવા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થયા છે. તેથી એક્ટિવા ચાલકના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

Advertisement

Ahmedabad માં એક્ટિવાચાલક BRTS રેલીંગમાં ઘસી આવ્યો

એક્ટિવાચાલક BRTS રેલીંગમાં ઘસી આવ્યો અને કાર પણ ફુલ સ્પીડમાં હતી જેના કારણે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે. BRTS રૂટમાં વાહન ચલાવવું ગુનો છે તેમ છત્તા શહેરીજનો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે અને અકસ્માતની ઘટના બનતી હોય છે.

Advertisement

એકટીવા પર સવાર બે લોકોના મોત થતા લોકોના ટોળા ઉમટી પડયા

અકસ્માત ઘટનામાં એકટીવા પર સવાર બે લોકોના મોત થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. તેમજ રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બનતા ચાલકને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા છે. જેમાં ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કારચાલકની પણ અટકાયત કરી છે. તથા મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

એક્ટિવા રેલિંગ કૂદીને BRTS ટ્રેકમાં પટકાઈ

અકસ્માતમાં ગાડી એટલી સ્પીડમાં હતી કે એક્ટિવા રેલિંગ કૂદીને BRTS ટ્રેકમાં પટકાઈ હતી અને મૃતકના પરિવારજનો દ્વારા અકસ્માત સર્જનારને કડકમાં કડક સજા મળે તેવી માગ કરી છે.

આ પણ વાંચો: સ્ક્રિપ્ટ અપલોડ કરો અને Video તૈયાર, આ AI Tools તમને એડિટિંગની ઝંઝટમાંથી મુક્તિ અપાવશે

Tags :
Advertisement

.

×