Ahmedabad News : મકરબામાં મોડી રાતે દીવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ જતા મજૂરનું મોત
અમદાવાદમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મકરબા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના પ્રકાશમાં આવી છે. મકરબા વિસ્તારમાં ઇનસેપ્ટન બિલ્ડીંગમાં ત્રીજા માળે દીવાલ ધરાશાયી થઇ હતી. જેના કાટમાળમાં એક શ્રમિકનું મોત નીપજ્યુ છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વહેલી સવારે ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, બોપલ-આંબલી રોડ ઉપર ઇનસેપ્ટન નામના બિલ્ડિંગમાં એક દીવાલ ધરાશાયી થઈ છે અને એક વ્યક્તિ દટાયો છે. જેના પગલે બોપલ ફાયર સ્ટેશનના અધિકારી સાધનો સાથે પહોંચ્યા હતા. એક યુવક દીવાલના કાટમાળ નીચે દટાયેલો હતો તેને બહાર કાઢી અને હોસ્પિટલ મોકલ્યો હતો.
આ પણ વાંચો : Sabarkantha : ક્લાસીસ સંચાલકે કરી છેડતી તો વિદ્યાર્થીનીએ લાફો ઝીંકી દીધો, ટીચરની ધરપકડ


