Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ONGCમાં કોન્ટ્રાક્ટ પર નોકરી બાબતે ગેરરીતી, બનાવટી લેટર બનાવી કરી છેતરપિંડી

અમદાવાદના ONGC માં કોન્ટ્રાક્ટ પર નોકરી બાબતે ગેરરીતી સામે આવી છે. બનાવટી લેટર બનાવી લોકો પાસેથી પૈસા મેળવી છેંતરપીંડી કરવામાં આવતી હતી.
ahmedabad  ongcમાં કોન્ટ્રાક્ટ પર નોકરી બાબતે ગેરરીતી  બનાવટી લેટર બનાવી કરી છેતરપિંડી
Advertisement
  • અમદાવાદના ONGCમાં કોન્ટ્રાક્ટ પર નોકરી બાબતે ગેરરીતી
  • બનાવટી લેટર બનાવી લોકો પાસેથી 25 લાખ મેળવી છેતરપિંડી
  • ક્રાઈમ બ્રાન્ચે આરોપી ગૌતમ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પ્રજાપતિ વાસમાં રહેતા ગૌતમ સોલંકીએ એક બે નહીં 50 જેટલા યુવાનોને ONGCમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવાનું કહી લાખો રૂપિયા પડાવ્યા છે. તેના આરોપસર ક્રાઈમ બ્રાંચની ટીમે ગૌતમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડામાં રહેતા અને ONGCમાં સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સહદેવસિંહ ઝાલાને તેમના ઉપરી અધિકારીઓ દ્વારા મહત્વની માહિતી અપાઈ હતી. કલોલ વિભાગમાં કૂવા ઉપર કેટલાક નકલી અધિકારીઓ કામગીરી કરી રહ્યા હોવાની માહિતી અપાઈ હતી. જેથી તેમની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી તો કૂવા ઉપર પસાર થતા વાહનો અને સાધનોના ફોટા પાડવામાં આવતા હતા. જે બાબતે તપાસ કરતા કિરણ પરમાર નામનો સુપરવાઈઝર કૂવા ઉપર જતા માણસોની હાજરી પૂરતો હતો અને ઝુંડાલ સર્કલ ઉપર એ બધા માણસો ભેગા કરતો હતો. સહદેવ સિંહ અને તેમની ટીમ ઝુંડાલ સર્કલે પહોંચી ત્યારે કિરણ પરમાર નામનો યુવક મળી આવ્યો હતો.

Advertisement


કિરણે ONGCમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું. તેની પાસેથી અલગ અલગ લોકોના આઈકાર્ડ અને તેમના એપોઈન્ટમેન્ટ લેટર મળી આવ્યા. કિરણને પૂછતા તેને આ ડોક્યુમેન્ટ ગૌતમ સોલંકીએ આપ્યાનું જણાવ્યું. ગૌતમના મોબાઈલ ઉપર ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો નહીં. ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગૌતમ ONGCમાં ફાઇનાન્સ વિભાગમાં નોકરી કરે છે. નોકરી અપાવવાના બહાને પૈસા મેળવી અને પ્રતિબંધિત જગ્યા પરના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને છેતરપિંડી કરે છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગૌતમને ઝડપી લીધો.

Advertisement

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે, 50 જેટલા યુવકો સાથે કોન્ટ્રાક્ટ પર નોકરીના બહાને અલગ અલગ ફી પેટે 25 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપી ગૌતમ સોલંકીએ નોકરી માટેની જાહેરાત પણ બહાર પાડી હતી. જે લોકો આવ્યા તેમના ખોટા ઇન્ટરવ્યુ પણ લીધા અને એક મહિનાની તાલીમ પણ આપતો હતો.

આરોપી યુવાનોને તાલીમ આપવા માટે ONGCના તેલના કુવે લઈ જતો હતો અને ત્યાં જઈને ફોટા પાડીને અન્ય લોકોને તે ફોટા બતાવતો હતો.આરોપીએ નકલી સિક્કા વાળો એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધો હતો. એટલું જ નહીં યુવકોના નકલી આઈકાર્ડ પણ બનાવ્યા હતા. કેટલાક યુવકો 8થી 10 દિવસ સુધી તાલીમના બહાને નોકરી પર પણ ગયા હતા. ONGCના વિજિલન્સને આ અંગેની જાણ થતા તેમણે તપાસ કરતા કૌભાંડ પરથી પડદો ઉંચકાયો.

આ પણ વાંચો: Gujarat Weather : રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, બે દિવસ આ જીલ્લામાં હીટવેવની આગાહી

પોલીસ અત્યારે જેટલા યુવાનો ગૌતમની છેતરપિંડીનો શિકાર બન્યા છે તે તમામના સંપર્ક કરી રહી છે. કેટલા સમયથી ગૌતમ અને તેના મળતિયા નોકરીના નામે છેતરપિંડી કરતા હતા. અત્યારસુધી કુલ કેટલા રૂપિયા પડાવ્યા છે તે દિશામાં વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Kutch : ભુજ-ખાવડા હાઇવે પર ટ્રેઇલર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

Tags :
Advertisement

.

×