Ahmedabad: ઉદગમ સ્કૂલના સંચાલકોની દાદાગીરીથી લોકો થયા પરેશાન
- Ahmedabad: થલતેજમાં શાળા શરૂ થવા અને છૂટવા સમયે ટ્રાફિકની સમસ્યા
- મુખ્ય રસ્તો હોવાથી ખોરવાઈ જાય છે વાહન વ્યવહાર
- સ્કૂલ શરૂ થવા અને છૂટવા સમયે અટવાય છે વાહનચાલકો
Ahmedabad: અમદાવાદની ઉદગમ સ્કૂલના સંચાલકોની અણઆવડતથી લોકો પરેશાન છે. જેમાં થલતેજમાં શાળા શરૂ થવા અને છૂટવા સમયે ટ્રાફિકની સમસ્યા થઇ રહી છે. તેમજ મુખ્ય રસ્તો હોવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. તથા સ્કૂલ શરૂ થવા અને છૂટવા સમયે વાહનચાલકો અટવાય છે. તથા વાલીઓ માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે વાલીઓ પણ પરેશાન છે.
તાજેતરમાં પણ સ્કૂલમાં વિવાદ થયો હતો
અગાઉ ઉદગમ સ્કૂલના સંચાલકોએ રૂપિયા કમાવવાનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય કર્યો હતો. તેમાં શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા હતા. શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો થઇ રહ્યો હતો. જેમાં શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ સ્થાનેથી ખરીદવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
Ahmedabad: ચોક્કસ પાંચ દુકાનોથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
ચોક્કસ પાંચ દુકાનોથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં મોંઘીદાટ ફી લેતી સ્કૂલોની બેરોકટોક નફાખોરીનો ધંધો શરૂ થયો હતો. શિક્ષણના ધામમાં ઉદગમ સ્કૂલના મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યાં હતા. સ્થાનિકો જણાવી રહ્યાં છે કે ઉદગમ સ્કૂલ શિક્ષણનું ધામ છે કે રૂપિયા રળવાની હાટડી?
અમદાવાદની ઉદગમ સ્કૂલ સંચાલકો પર શિક્ષણ વિભાગ લાચાર
અમદાવાદની ઉદગમ સ્કૂલ સંચાલકો પર શિક્ષણ વિભાગ લાચાર છે. જેમાં શાળા દ્વારા ચોક્કસ બ્રાન્ડના શૂઝ માટે ફરજીયાતપણુ બતાવી રહી છે. વાલીઓને ચોક્કસ મોંઘી બ્રાંડ શૂઝ ખરીદવા માટે ફતવો જાહેર કરાયો છે. જાહેરમાં બેરોકટોકપણે શાળા વેબ સાઇટ પર ફતવો બહાર પાડ્યો હતો.
આ પણ વાંચો: India-Russia: Vladimir Putin અને PM Modi હવે શું કરશે? જાણો 10 મોટી બાબતો


