ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : અત્યાર સુધીમાં 217 DNA મેચ થયા, 199 મૃતદેહ પરિવારને સોંપાયા

આ 217 પૈકી 199 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે, જેમાં 150 ભારતીય, 7 પોર્ટુગલ, 32 બ્રિટીશ નાગરિકનો સમાવેશ થાય છે.
09:14 PM Jun 19, 2025 IST | Vipul Sen
આ 217 પૈકી 199 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે, જેમાં 150 ભારતીય, 7 પોર્ટુગલ, 32 બ્રિટીશ નાગરિકનો સમાવેશ થાય છે.
DNA_gujarat_first
  1. અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મહત્ત્વના સમાચાર (Ahmedabad Plane Crash)
  2. દુર્ઘટનાનાં 217 હતભાગીઓનાં DNA મેચ થયા
  3. 217 પૈકી 199 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા
  4. 150 ભારતીય, 7 પોર્ટુગલ, 32 બ્રિટીશ નાગરિકનો સમાવેશ
  5. 1 કેનેડિયન નાગરિક અને 9 અન્ય લોકોનો સમાવેશ

અમદાવાદ એરઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોનાં DNA ટેસ્ટની પ્રક્રિયા હાલ પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં 217 મૃતકોનાં DNA મેચ થયા છે. આ 217 પૈકી 199 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે, જેમાં 150 ભારતીય, 7 પોર્ટુગલ, 32 બ્રિટીશ નાગરિકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Surat : રાજ્યમાં પ્રથમ વખત સાઇબર ફ્રોડના આરોપીઓ સામે GUJCTOC નો ગુનો

217 DNA મેચ, 199 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા

અમદાવાદમાં 12 જૂનનાં રોજ એરઇન્ડિયાનું પેસેન્જર વિમાન એકાએક ક્રેશ (Ahmedabad Plane Crash) થયું હતું. મેઘાણીનગરમાં આવેલ બીજે મેડિકલ કોલેજની (BJ Medical College) મેસ વાળી બિલ્ડિંગ સાથે આ વિમાન અથડાતા તેમાં જબરદસ્ત વિસ્ફોટ થયો હતો અને વિમાનમાં સવાર 242 લોકો સાથે મેસમાં હાજર 5 થી વધુ તબીબના મોત નીપજ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘવાયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

આ પણ વાંચો - International Yoga Day : સવારે 6.45 થી 7.45 કલાક સુધી કરાશે ઉજવણી, અ'વાદ કલેક્ટરને આપી માહિતી

150 ભારતીય ,7 પોર્ટુગલ, 32 બ્રિટિશ નાગરિક , 1 કેનેડિયન અને 9 અન્ય

આ દુર્ઘટનામાં મૃતદેહો એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલી બની હતી. આથી, મૃતકોનાં પરિવારજનોનાં DNA લઈ મેચ કરી મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 217 DNA મેચ થયા છે. 217 પૈકી 199 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે, જેમાં 150 ભારતીય ,7 પોર્ટુગલ, 32 બ્રિટિશ નાગરિક , 1 કેનેડિયન અને 9 અન્ય છે. બીજી તરફ સારવાર હેઠળ 6 દર્દી છે, જેમાંથી 1 ને આજે રજા આપવામાં આવશે. જણાવી દઈએ કે, ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાલ પણ ચાલુ છે.

આ પણ વાંચો - Panchmahal : હાલોલની હોટેલનાં રૂમમાંથી આધેડનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!

Tags :
Ahmedabad Plane crashAir India plane crashAir-IndiaAirline Flight CrashBJ Medical CollegeFlight AI171GUJARAT FIRST NEWSPlane Crashplane crash AhmedabadTop Gujarati NewsVijay Rupani
Next Article