Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD PLANE CRASH ના અંતિમ રિપોર્ટ બાદ નિષ્કર્ષ પર પહોંચી શકાશે - રામ મોહન નાયડુ

AHMEDABAD PLANE CRASH : આ ફક્ત એક પ્રારંભિક અહેવાલ છે. અંતિમ અહેવાલ બાદ જ તેના પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે - મંત્રી
ahmedabad plane crash ના અંતિમ રિપોર્ટ બાદ નિષ્કર્ષ પર પહોંચી શકાશે   રામ મોહન નાયડુ
Advertisement
  • અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તપાસનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો
  • એઆઇબીબી દ્વારા પ્રાથમિક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે
  • મંત્રાલય દ્વારા રિપોર્ટનો અભ્યાસ કરીને અંતિમ અહેવાલ આપવામાં આવશે

AHMEDABAD PLANE CRASH : 12 જુનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે ઉડાન ભરતાની સાથે જ ક્રેશ (AHMEDABAD PLANE CRASH) થઇ ગઇ હતી. આ ઘટનામાં અઢીસો લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. આ મામલે એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ થયા બાદ AAIBનો પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ (CIVIL AVIATION MINISTER RAM MOHAN NAIDU) કહ્યું કે, રિપોર્ટની પ્રારંભિક તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અકસ્માતનું કારણ અંતિમ રિપોર્ટમાં જ સ્પષ્ટ થશે. AAIB દ્વારા 15 પાનાનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો છે.

સમગ્ર વિશ્વમાં સૌથી અદ્ભુત માનવબળ

રામ મોહન નાયડુએ જણાવ્યું કે, આ એક પ્રારંભિક અહેવાલ છે, અમે મંત્રાલયમાં તેનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. તેમને જોઈતી કોઈપણ સહાય માટે અમે AIIB સાથે સંકલન કરી રહ્યા છીએ. અમને આશા છે કે અંતિમ અહેવાલ ટૂંક સમયમાં બહાર આવશે જેથી અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકીએ. હું ખરેખર માનું છું કે પાઇલટ્સ અને ક્રૂની દ્રષ્ટિએ અમારી પાસે સમગ્ર વિશ્વમાં સૌથી અદ્ભુત માનવબળ છે. પાઇલટ્સ અને ક્રૂ એવિએશન ઉદ્યોગની કરોડરજ્જુ છે

Advertisement

તપાસ સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવી

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલ પર કહ્યું કે, તેઓ અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યા છે. અંતિમ અહેવાલ આવ્યા પછી જ નિષ્કર્ષ કાઢવામાં આવશે. તેમણે દાવો કર્યો કે, આ અકસ્માતની તપાસ સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવી છે. આ ફક્ત એક પ્રારંભિક અહેવાલ છે. મંત્રાલય અહેવાલનું વિશ્લેષણ કરી રહ્યું છે. અંતિમ અહેવાલ બહાર આવશે ત્યારે જ તેના પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે. અમે AAIB સાથે સંકલન કરી રહ્યા છીએ, અમે તેમને જે પણ મદદની જરૂર પડશે તે આપીશું. AAIB પ્રાથમિક તપાસ એજન્સી હશે, અને અમને આશા છે કે, અંતિમ અહેવાલ ટૂંક સમયમાં આવશે. AAIB ના પ્રારંભિક અહેવાલ પર, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે કહ્યું, "આ એક પ્રારંભિક અહેવાલ છે અને તપાસ ચાલુ છે. એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) એક સ્વાયત્ત સંસ્થા છે, જે સારું કામ કરી રહી છે."

Advertisement

12 જૂને શું થયું?

12 જૂનના રોજ બપોરે, એર ઇન્ડિયાનું એક વિમાન અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ રનવે પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ વિમાન એક મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાયું હતું. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. તેમાંથી 241 લોકોના મોત થયા. તે જ સમયે, હોસ્ટેલમાં હાજર લોકો પણ માર્યા ગયા. આ અકસ્માતમાં 250 થી વધુ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો ---- Ahmedabad Plane Crash : Air India પ્લેન દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Tags :
Advertisement

.

×