ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : 'તેઓ ખૂબ જ ખુશ હતા...' ઋષભ રૂપાણીએ પિતા સાથેની અંતિમ યાદો વાગોળી

ઋષભ રૂપાણીએ કહ્યું કે, 'અમારા પરિવારની પરંપરા મુજબ તેઓ સવારે અને સાંજે વીડિયો કોલ પર વાત કરતા. અમે તે દિવસે પણ વાત કરી હતી.
10:43 PM Jul 12, 2025 IST | Vipul Sen
ઋષભ રૂપાણીએ કહ્યું કે, 'અમારા પરિવારની પરંપરા મુજબ તેઓ સવારે અને સાંજે વીડિયો કોલ પર વાત કરતા. અમે તે દિવસે પણ વાત કરી હતી.
Rupani_Gujarat_first
  1. અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો (Ahmedabad Plane Crash)
  2. એરઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 250 થી વધુ લોકોનાં મોત નીપજ્યા હતા
  3. વિમાનમાં ગુજરાતનાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા
  4. વિજયભાઈ રૂપાણીનાં પુત્ર ઋષભે પિતા સાથેની અંતિમ યાદો વાગોળી
  5. બે-ત્રણ વર્ષ પછી લંડનમાં મારી બહેનનાં ઘરે જવાનાં હતા, તેઓ બહું ખુશ હતા : ઋષભ રૂપાણી

Ahmedabad Plane Crash : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં 250 થી વધુ લોકોનાં મોત નીપજ્યા હતા. આજે આ દુર્ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ગયો છે. પરંતુ, તેમ છતાં આ કરૂણાંતિકા અંગે વિચારતા જ લોકોની આંખો ભીની થઈ જાય છે. આ ઘટનાએ લોકોને ક્યારે ન ભુલાય એવું દુ:ખ આપ્યું છે. આ વિમાનમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijaybhai Rupani) પણ સવાર હતા. વિમાન દુર્ઘટનામાં તેમનું દુ:ખદ અવસાન થયું હતું. પૂર્વ CM વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભે (Rushabh Rupani) સમાચાર એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પિતા સાથેની અંતિમ યાદોને વાગોળી છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : Air India પ્લેન દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

મારી દીકરી સાથે પણ તેમણે વાત કરી હતી : ઋષભ રૂપાણી

ઋષભ રૂપાણીએ કહ્યું કે, 'અમારા પરિવારની પરંપરા મુજબ તેઓ સવારે અને સાંજે વીડિયો કોલ પર વાત કરતા. અમે તે દિવસે પણ વાત કરી હતી. હું ત્યારે અમેરિકામાં હતો. અમે વાત કરી હતી કે તેઓ બે-ત્રણ વર્ષ પછી લંડનમાં તેમની પુત્રી, મારી બહેનનાં ઘરે જશે. એ બહું ખુશ હતા. મારી દીકરી સાથે પણ તેમણે (Vijaybhai Rupani) વાત કરી હતી.'

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : રાત-દિવસ એક કરી કામગીરી કરનાર વર્ગ 3-4 નાં 450 કર્મચારીઓનું સન્માન

'મારી પુત્રી બે વર્ષની છે અને મારા પિતાની લાડકી હતી'

ઋષભ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, 'મારી પુત્રી બે વર્ષની છે અને મારા પિતાની લાડકી હતી. જ્યારે પણ તેમનો ફોન આવતો, ત્યારે તે બધુ પડતું મુકીને પોતે મારો ફોન લઈને તેમની સાથે વાત કરતી હતી. તે દિવસે અમે છેલ્લી વાર વાત કરી ત્યારે તે તેમની સાથે ગીતો પણ ગાતી હતી.' જણાવી દઈએ કે, 12 જૂનનાં રોજ અમદાવાદથી લંડન (London) જતું એર ઇન્ડિયાનું AI-171 વિમાન ટેક્નિકલ ખામીઓનાં કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન મેઘાણીનગરમાં આવેલ બી.જે. મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું (Ahmedabad Plane Crash) હતું. આ ગોઝારી દુર્ઘટનામાં 250 થી વધુ લોકોનાં મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર વિશ્વ શોકમગ્ન થયું હતું.

આ પણ વાંચો - Junagadh : સાવજ ડેરી સામે ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ, ચેરમેન ભડક્યા! કહ્યું- તમે કોનાં ઇશારે..!

Tags :
Ahmedabad Air India plane crashAhmedabad Plane crashAir India plane crashB J Medical CollegeGUJARAT FIRST NEWSMeghaninagarRushabh RupaniTop Gujarati NewsVijaybhai Rupani
Next Article