ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 32 પરિજનોના DNA લેવાયા, 'બ્રેસલેટ'ના આધારે મૃતદેહ શોધવાનો પ્રયાસ

VADODARA : બંને બહેનો 6 મહિને માતા-પિતાને મળવા આવતા હતા. પરંતુ ક્યારે એકસાથે આવતા ન્હતા. દર વખતે અલગ અલગ જ આવતા હતા
07:00 AM Jun 14, 2025 IST | PARTH PANDYA
VADODARA : બંને બહેનો 6 મહિને માતા-પિતાને મળવા આવતા હતા. પરંતુ ક્યારે એકસાથે આવતા ન્હતા. દર વખતે અલગ અલગ જ આવતા હતા

VADODARA : અમદાવાદમાં ઘટેલી એર ઇન્ડિયાના વિમાન તૂટી પડવાની દુર્ઘટના (AHMEBADAB PLANE CRASH) માં વડોદરા શહેર અને જિલ્લાના હતભાગી 32 પ્રવાસીઓની ઓળખ કરવા માટે તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેળવવાની (DNA COLLECTION) પ્રક્રીયા પૂર્ણ થઇ છે. કલેક્ટર (VADODARA COLLECTOR) ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લામાં વસતા 32 પ્રવાસીઓ દુર્ઘટનાગ્રસ્ત એરોપ્લેનમાં મુસાફરી કરતા હતા. આ પ્રવાસીઓની ઓળખ મેળવવા સારૂ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મૃતક કલ્પના બેનના મૃતદેહની ઓળખ કરવા માટે પરિવારે તેમણે પહેરેલા બ્રેસલેટને શોધ્યું હતું. પિતા-પુત્રએ 170 થી વધુ મૃતદેહો તપાસ્યા હતા. પતિનું કહેવું છે કે, અમે પોટલા બાંધીને રાખેલા સેંકડો મૃતદેહો વચ્ચે હતા. તે અમારાથી જોવાયું ન્હતું.

એક ચિટનિસને પણ રાજ્ય સરકાર દ્વારા ફરજ સોંપવામાં આવી

તેમણે ઉમેર્યું કે, 32 પ્રવાસીઓના પરિવારો દીઠ એક પુરુષ અને એક મહિલા અધિકારીને તેમનો સંપર્ક કરવા માટેની ફરજ સોંપવામાં આવી હતી. આ અધિકારીઓ દ્વારા હતભાગી પરિવારોનો સંપર્ક તેમની વિગતો જાણવામાં આવી હતી. આ તમામ પ્રવાસીઓના પરિવારજનોના અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ સેમ્પલ સેવાની પ્રક્રીયા પૂર્ણ થઇ ગઇ છે. એના આધારે મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવશે. ડો. ધામેલિયાએ એમ પણ જણાવ્યું કે, જિલ્લા આરોગ્ય તંત્રના ત્રણ મેડિકલ ઓફિસરને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મદદ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત એક ચિટનિસને પણ રાજ્ય સરકાર દ્વારા ફરજ સોંપવામાં આવી છે.

સગી બહેને પહેલી વખત સાથે લંડનથી વડોદરા આવી

ન્યુ સમા રોડ પર રહેતા પરિવારમાં સગી બહેનો અબધી અને મેઘા પટેલ રહે છે. બંનેનું પ્લેન ક્રેશમાં મોત નિપજ્યું છે. પરિજને કહ્યું કે, બંને મારા મામાની દિકરી છે. તે 8 વર્ષથી લંડનમાં રહેતી હતી. મેઘા ત્યાંની સિટીઝન થઇ ગઇ છે. બંને 6 મહિને માતા-પિતાને મળવા આવતા હતા. પરંતુ ક્યારે એકસાથે આવતા ન્હતા. દર વખતે અલગ અલગ જ આવતા હતા. આ વખતે પ્રથમ વખત એવું બન્યું કે, આટલા વર્ષોમાં બંને બહેનો એકસાથે આવ્યા હતા. પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યું થયું છે. અબધીએ તેનું નામ લખેલું બ્રેસલેટ પહેર્યું હતું. તેના આધારે તેની ઓળખ કરી લેવામાં આવી છે. હજી મેઘાની ઓળખ થઇ શકી નથી.

મૃતક મહિલાની ઓળખ મેળવવા તેના ભાઈના ડીએનએ લેવા તબીબ મુંબઈ પહોંચ્યા

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક કરજણ તાલુકાના એક મહિલાની ઓળખ મેળવવા માટે તેના ભાઈના ડીએનએ લેવાની જરૂરત ઊભી થતા કલેકટર ડો. અનિલ ધામેલિયાએ એક તબીબને તાબડતોબ મુંબઈ મોકલ્યા છે. કરજણ પ્રાંત અધિકારી શિવમ બારીઆએ જણાવ્યું કે સાંસરદા ગામના આમદ વલી તાજુ, અલ્તાફ હુસેન પટેલ તથા તાજુ હસીનાબેન વલી ભાઈ એર ઇન્ડિયાના પ્લેનમાં હતા. ઉક્ત બંને પુરુષોના ડીએનએ મેળવી લેવાયા છે. પણ હસીનાબેનના ભાઈ મુંબઈ ખાતે મીરા રોડ ઉપર રહેતા હોવાથી તેમના સેમ્પલ લેવા માટે જિલ્લા આરોગ્ય તંત્રના મેડિકલ ઓફિસર ડો. જિગ્નેશ વસાવાને તત્કાલિક ટ્રેન મારફત મુંબઈ મોકલવામાં આવ્યા છે. તેઓ કાલ સવારે પ્લેન મારફત સેમ્પલ લઇ સીધા અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો --- Ahmedabad Plane Crash : જેતપુરનાં યુવકનો આબાદ બચાવ, પરંતુ બે બેચમેન્ટનું થયું નિધન

Tags :
32AhmedabadbasisBodybraceletcollectedcrashDNAfamilyGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsofonPlaneSample...SearchVadodara
Next Article