Sarkhej Roza : સરખેજ રોઝા કળશ ચોરીનો ભેદ ઉકેલનારી ટીમ અને મદદગારનું પોલીસ કમિશનરે સન્માન કર્યું
574 વર્ષ જુના સરખેજ રોઝા (World Heritage Site Sarkhej Roza) ના ગુંબજ પરથી ચોરાયેલા પંજતન પાક કલશની ઘટનાને અમદાવાદ પોલીસે ખૂબ ગંભીરતાથી લીધી હતી. એક પખવાડીયાની સતત મહેનત બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે (Crime Branch Ahmedabad) કેટલાંક આરોપીઓ તેમજ મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. અમદાવાદ જ નહીં, પરંતુ કદાચ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત શહેરમાં થયેલી હેરિટેજ ચોરી (Theft in Heritage Site) ની તપાસમાં દિવસ-રાતની મહેનત કરનારી પોલીસ ટીમની સાથે-સાથે બે નાગરિકોને પ્રશંસાપત્ર આપી પોલીસ કમિશનરે સન્માન કર્યું છે. સીસીટીવી કેમેરા ફૂટેજ માટે મદદ કરનારા નાગરિકોનો આભાર માનવાની પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે (G S Malik) એક નવી પહેલ કરી છે.
ખાનગી CCTV કેમેરા પોલીસના મદદગાર
એકાદ વર્ષથી શરૂ કરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે ક્રાઈમ બ્રાંચે સંવેદનશીલ વિસ્તારોમાં 2500 જેટલાં CCTV Camera લગાવડાવ્યાં છે. આ કેમેરાના એન્ગલ રોડ સાઈડ થતી હલચલને નિરંતર કેદ કરતા રહે છે. જેના કારણે નાની-મોટી ઘટનામાં પોલીસને કેસ ઉકેલવામાં સફળતા પણ મળતી રહે છે. ન્યૂમ્બિયો (Numbeo Safety Index) એ 2025ના અપરાધ અને સુરક્ષા સૂચકાંક રિપોર્ટમાં અમદાવાદ શહેરને ભારતના સૌથી સુરક્ષિત શહેર (Safest City in India) નો દરજ્જો આપ્યો છે. શહેરમાં લાગેલા ખાનગી સીસીટીવી કેમેરા આગામી દિવસોમાં પોલીસને વધુ મદદરૂપ થાય તો નવાઈ નહીં.
અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર ડીટેકશન -
શહેરના સરખેજ રોઝામાં આવેલ મજારના ગુંબજ ઉપરથી "પંજતન પાક કલશ" કહેવાય છે, તે અજાણ્યા તત્વો દ્વારા ચોરી કરાયેલ.
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એલ. સાલુન્કે - ક્રાઇમ બ્રાન્ચ અને તેમની ટીમ દ્વારા CCTV, Drone દ્વારા… pic.twitter.com/PsL5DSEjWP
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) August 1, 2025
આ પણ વાંચો - PI to DySP Promotion : તાબડતોબ મેડીકલ કરાવી ચૂકેલા સવાસોથી વધુ PI 16 મહિનાથી પ્રમોશનની રાહમાં
આ ટીમે કરી અથાગ મહેનત
ક્રાઈમ બ્રાંચના PI એમ. એલ. સાલુંકે, PSI આર. એલ. ઓડેદરા, PSI ડી. ડી.પટેલ, APC પ્રદિપ પરસોતમ, WPC સીમાબેન ભરતભાઈ, ASI ભુપસિંહ અભેસિંહ, ગિરીશભાઈ છગનભાઈ, HC હિંમતલાલ મથુરામભાઈ, મો.અસરફ ઈસ્માઈલભાઈ, ચંદ્રસિંહ અજુભાઈ, PC જયેન્દ્રસિહ બળવંતસિંહ, ભાવેશ રામદાસ, સરદારસિંહ મહિપાલસિંહ, યુવરાજસિંહ ભુપતસિંહ, ફૈઝલખાન ફિરોઝખાન, મોહબતખાન સલાઉદ્દીનખાન અને વિજયસિંહ હનુભાએ ગુનો શોધવા અથાગ મહેનત કરી હતી.
નાગરિકોનું કેમ સન્માન કરાયું ?
Sarkhej Roza ખાતેથી દોઢ સદી પૂરાણો તાંબાનો કળશ/પંજતન પાક ચોરાયા બાદ ક્રાઈમ બ્રાંચની પીઆઈ એમ. એલ. સાલુંકે (M L Salunke PI) એ ડ્રોન ઉડાડીને ફરાર તસ્કરો કયા માર્ગે ભાગ્યા હશે તે જાણવા પ્રયાસ કર્યો હતો. કેટલીક દિશાઓ નક્કી થયા બાદ તે રૂટ પર આવતા મકાનો/કૉમ્પલેક્ષ ખાતે રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા પોલીસ ટીમે પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ મકરબા-સરખેજ રોઝા રોડ (Sarkhej Roza Makarba Road) પર આવેલા KP Epitome નામના કૉર્મશિયલ બિલ્ડીંગ ખાતે લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવા પહોંચી હતી. CCTV ટેકનિશીયન કનુભાઈ હિંમતભાઈ ઉકાણી અને મેનેજર યતિનભાઈ નંદલાલ શાહે સીસીટીવી ફૂટેજ આપવામાં પળવારનો પણ વિલંબ કર્યો ન હતો. આ ફૂટેજની મદદથી ક્રાઈમ બ્રાંચની ટીમે કેટલાંક શંકાસ્પદ વાહનો ઓળખી કાઢી અને તેના રજીસ્ટ્રેશન નંબરોના આધારે આરોપીઓ તેમજ ભંગારમાં ફેરવી દેવાયેલા મુદ્દામાલ સુધી પહોંચ્યાં હતાં.


