Gujarat High Court ના આદેશ બાદ Ahmedabad પોલીસની કડક કાર્યવાહી
- કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે નિયમોના અમલીકરણ માટે પોલીસ વધુ કડક બની
- કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસે હાઇકોર્ટમાં ખાતરી આપી
- છેલ્લા 6 દિવસમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓએ અધધ 1,59,04,300 દંડ ભર્યો
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે. કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે નિયમોના અમલીકરણ માટે પોલીસ વધુ કડક બની છે. તેમાં છેલ્લા 6 દિવસમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓએ અધધ 1,59,04,300 દંડ ભર્યો છે. જેમાં 17.7.25 થી 22.7.25 સુધી રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારા વિરુદ્ધ 9,377 કેસ નોંધાયા છે. કુલ કેસો પૈકી 133 વાહન જપ્ત કરવામાં આવ્યા અને 113 ગુના નોંધવામાં આવ્યા છે.
કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસે હાઇકોર્ટમાં ખાતરી આપી
નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસે હાઇકોર્ટમાં ખાતરી આપી હતી. જેમાં રસ્તાઓ પર જોખમી વર્તણૂકને રોકવા માટે ટ્રાફિક પોલીસે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. પોલીસે નિયમ ભંગ કરનારા વાહનચાલકોને રોકીને તેમની સામેદંડાત્મક કાર્યવાહી કરી હતી. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ડીટેઇન કરી કડક કાર્યવાહી કરાતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન વધુ સારી રીતે થશે તેવી આશા છે. અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર બનાવો અવાર નવાર સર્જાય છે. આ અકસ્માતોમાં મૃત્યુંદર અને ગંભીર ઇજાઓના બનાવો પણ બને છે. જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
Gujarat High Court ના આદેશ બાદ અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી | Gujarat First@AhmedabadPolice #GujaratHighCourt #AhmedabadPoliceAction #WrongSideDrivingFines #TrafficRuleEnforcement #gujaratfirst pic.twitter.com/HXZ3Tic7Yl
— Gujarat First (@GujaratFirst) July 23, 2025
સીધી જ એફઆઇઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે
અગાઉ અમદાવાદમાં કેટલાય વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ લોકોએ જામીન મેળવવા માટે પોલીસ સ્ટેશને જવુ પડ્યું હતું. ત્યારે આજે સવારથી જ પોલીસ દ્વારા અલગ અલગ પોઇન્ટ પર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને રોંગ સાઈડ આવતા અનેક લોકોને પકડીને ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહનચાલકો મોટી મુશ્કેલી મુકાશે. આ ખાસ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: Gujarat Monsoon: રાજ્યમાં 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થઇ સૌથી વધુ મેઘમહેર


