Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: આજે AAP કાર્યાલય ખાતે 2 અગ્રણી નેતા અનશન કરશે, કડદા પ્રથાનો વિરોધ શરૂ

AAP પાર્ટીના બે નેતા અનશન પર ઉતરશે. જેમાં પ્રવિણ રામ અને રાજુ કરપડા અનશન પર ઉતરશે. AAP પાર્ટી કાર્યાલય ખાતે નેતાઓનું આંદોલન થશે. અંદાજિત 11 વાગ્યે પાર્ટી ઓફિસ પહોંચે તેવી શક્યતા
ahmedabad  આજે aap કાર્યાલય ખાતે 2 અગ્રણી નેતા અનશન કરશે  કડદા પ્રથાનો વિરોધ શરૂ
Advertisement
  • પ્રવિણ રામ અને રાજુ કરપડા અનશન પર ઉતરશે
  • AAP પાર્ટી કાર્યાલય ખાતે નેતાઓનું આંદોલન
  • બોટાદ APMC માં કડદા વિવાદને લઈ આંદોલન

AAP પાર્ટીના બે નેતા અનશન પર ઉતરશે. જેમાં પ્રવિણ રામ અને રાજુ કરપડા અનશન પર ઉતરશે. AAP પાર્ટી કાર્યાલય ખાતે નેતાઓનું આંદોલન થશે. અંદાજિત 11 વાગ્યે પાર્ટી ઓફિસ પહોંચે તેવી શક્યતા છે. બોટાદ APMC માં કડદા વિવાદને લઈ આંદોલન છે. ગુજરાતના તમામ APMC માં જઈને કડદા પ્રથાનો વિરોધ કરશે. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારની APMC માં વિરોધ કરશે.

મહા પંચાયત દરમિયાન આપ નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ

અમદાવાદના નવરંગપુરામાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે 2 અગ્રણી નેતાની અનશનની જાહેરાત છે. જોકે સ્થાનિક પોલીસ દ્વારા માત્ર સભાની મંજૂરી અપાઈ છે. તેમાં પ્રવીણ રામ અને રાજુ કરપડાએ કાર્યલય ખાતે અનશનની જાહેરાત કરી છે. 12 ઓક્ટોબરે બોટાદના હડદડ ગામે મહા પંચાયત દરમિયાન આપ નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ. જેમાં ઘર્ષણ મામલે 80 થી વધારે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તથા અનશનની જાહેરાત કરનાર બંને નેતાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તેમજ પરવાનગી પ્રમાણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Advertisement

AAP MLA ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય, હડદડ ગામના ખેડૂતોને આપશે પોતાનો પગાર

Gopal_Italia_AAP_MLA_Haddad_Gujarat_First

Advertisement

અમદાવાદના AAPના કાર્યાલય પર આમરણ ઉપવાસ પર ઉતરીશું

પ્રવીણ રામે જણાવ્યું છે કે હું અને રાજુ કરપડા બે માંગણીઓ સાથે અમદાવાદના AAPના કાર્યાલય પર આમરણ ઉપવાસ પર ઉતરીશું. અમારી પ્રથમ માંગ છે કે ખેડૂતોની જે માંગણીઓ છે એ પૂરી કરવામાં આવે, બીજી માંગ છે કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે એમને છોડી દેવામાં આવે. પોલીસ પ્રશાસનને અમારાથી કંઈ વાંધો હોય તો મારા અને રાજુ કરપડા ઉપર પર લાઠીઓ વરસાવે, કરવી હોય એટલી ફરિયાદ કરો, નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ કરશો નહીં. તમામ ખેડૂતોને અમારી અપીલ છે કે અમારા ગયા પછી આ જે ક્રાંતિની શરૂઆત થઈ છે એને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો.

Gujarat AAP, Raju Karpada, Pravin Ram, AAP, Ahmedabad, Gujarat

Gujarat AAP: જાણો સમગ્ર મામલો શું હતો

‘કળદા પ્રથા’ના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’માં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસ વાન પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના નેતાઓ અને પોલીસ દ્વારા જ શાંતિનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો હતો. ત્યારે હવે આ મામલે પોલસી ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR

બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR નોંધવામાં આવી છે. આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે ખુનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હોવાના અહેવાલો છે. અન્ય લોકોની પણ ધરપકડ થવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આરોપ કર્યો હતો કે હજુ સુધી કોઈને પણ એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો છે.

3 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત પહોંચી હતી

આ સંઘર્ષ મુદ્દે બોટાદ જિલ્લા પોલીસ વડાએ વાત કરતાં કહ્યું હતું કે 3 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત પહોંચી હતી અમે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બોટાદ DySP મહર્ષિ રાવલ, LCB PI એ.જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથ વિધિ મામલે મોટા સમાચાર

Tags :
Advertisement

.

×