Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વેજલપુર પોલીસ સ્ટેશનનાં PSI, AMC ખાડિયા વોર્ડનો સફાઈ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

વેજલપુર પોલીસ સ્ટેશનનાં PSI અને AMC ખાડિયા વોર્ડનાં વર્ગ 4 નો સફાઈ કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે.
ahmedabad   વેજલપુર પોલીસ સ્ટેશનનાં psi  amc ખાડિયા વોર્ડનો સફાઈ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Advertisement
  1. Ahmedabad માં લાંચ લેતા બે સરકારી કર્મચારી રંગેહાથ ઝડપાયા
  2. અમદાવાદનાં વેજલપુર પોલીસ સ્ટેશનનાં PSI લાંચ લેતા ઝડપાયાં
  3. AMC ખાડિયા વોર્ડનો વર્ગ 4 નો સફાઈ કર્મચારી પણ લાંચ લેતા ઝડપાયો

અમદાવાદમાં (Ahmedabad) બે અલગ-અલગ ઘટનામાં બે સરકારી કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. વેજલપુર પોલીસ સ્ટેશનનાં (Vejalpur Police Station) PSI અને AMC ખાડિયા વોર્ડનાં વર્ગ 4 નો સફાઈ કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. PSI એ ફરિયાદીનાં પુત્રને માર ન મારવા માટે લાંચની માગણી કરી હતી. જ્યારે, AMC ખાડિયા વોર્ડનાં વર્ગ 4 નો સફાઈ કર્મચારી ફરિયાદી પાસે દિવાળી બોનસમાંથી રૂ. 16 હજારની લાંચ માગી હતી.

આ પણ વાંચો - 'રાજકોટ અગ્નિકાંડ' બાદ હવે Ahmedabad માં ફરી શરૂ થશે ગેમઝોન, દિવાળી પહેલા મળી મંજૂરી!

Advertisement

Advertisement

ફરિયાદીનાં પુત્રને માર ન મારવા માટે માગી હતી લાંચ

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદનાં (Ahmedabad) વેજલપુર પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્કોડનાં PSI પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસ લાંચ લેતા ઝડપાયા હતા. વેજલપુર પોલીસ સ્ટેશનની સામે આવેલી ભાગ્યોદય હોટેલ આગળ જાહેરમાં PSI એ ફરિયાદી પાસે લાંચ માગી હતી. માહિતી અનુસાર, PSI એ ફરિયાદી પાસે તેના પુત્રને માર ન મારવા અને હેરાન ન કરવા માટે રૂ. 1 લાખની લાંચ માગ કરી હતી. જો કે, PSI લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો - Lok Adalat માં લગ્નજીવનની તકરારનાં 1096 કેસનો નિકાલ, વર્ષમાં પેન્ડિંગ 10 લાખથી વધુ કેસોનો નિવેડો લવાયો

AMC ખાડિયા વોર્ડનાં વર્ગ 4 નો સફાઈ કર્મચારી લાંચ લેતા ઝડપાયો

અન્ય એક ઘટનામાં AMC ખાડિયા વોર્ડનાં (AMC Khadia Ward) વર્ગ 4 નો મુખ્ય સફાઈકર્મી ભરતકુમાર જેઠાભાઇ કટકિયા લાંચ લેતા ઝડપાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં (AMC) કમ્પાઉન્ડમાં સફાઈકર્મીએ ફરિયાદી પાસે દિવાળી (Diwali 2024) બોનસમાંથી રૂ. 16 હજારની માગણી કરી હતી. જો કે, લાંચ લેતી વખતે સફાઈકર્મીની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય સફાઈકર્મીએ ઉપરી અધિકારીઓને મીઠાઈ આપવાનાં નામે પૈસા માંગ્યા હોવાનો આરોપ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Banaskantha : BJP નાં નારાજ વરિષ્ઠ નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, હવે મનાવવા માટે ધમપછાડા!

Tags :
Advertisement

.

×