Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Rain: શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયુ

Ahmedabad Rain: શહેરના વાતાવરણની વાત કરીએ તો, શહેરમાં વરસાદી માહોલ છવાયો
ahmedabad rain  શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ  વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયુ
Advertisement
  • Ahmedabad Rain: પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ
  • સરખેજ, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ
  • ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી

Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે સરખેજ, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થયુ છે. હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઘાટા વાદળો છવાયા છે અને ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે.

આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બનવાની ચેતવણી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બનવાની ચેતવણી આપી છે. બંગાળની ખાડી અને નવી સિસ્ટમ બનવાને કારણે, પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. અમદાવાદના વાતાવરણની વાત કરીએ તો, શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. શનિવારે શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ વરસ્યો હતો. શહેરમાં વરસાદને પગલે લોકોને બફારામાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે આજે પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે.

Advertisement

Advertisement

Ahmedabad Rain: આજે રવિવારે 24મી તારીખ માટે આગાહી કરવામાં આવી

આજે રવિવારે 24મી તારીખ માટે આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યના અમુક જિલ્લા બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, 24થી 27 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે, જેમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.

મોરબી શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો

મોરબી શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વરસાદને પગલે સરદારબાગ પાસે પાણી ભરાયા છે. મુખ્ય રોડ શનાળા રોડ પર પાણી ભરાતા હાલાકી થઇ છે. વાહનચાલકો એક ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તથા ટંકારા અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદથી પાણી પાણી થયુ છે. તેમજ પોરબંદરના બરડા પંથકની વર્તુ નદી બે કાંઠે થઇ છે. તથા બરડા પંથકમાં ભારે વરસાદને લઈ નદીમાં પાણીની આવક થઇ છે. વર્તુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે થઇ છે તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

આ પણ વાંચો: Ahmedabad Rain: શહેરમાં સાબરમતીના જળ સ્તરમાં વધારો, રિવરફ્રન્ટના વોક વેથી લોકોને દૂર ખસેડાયા

Tags :
Advertisement

.

×