Ahmedabad Rain: શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા
- Ahmedabad Rain: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો
- ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ છે
- ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ જળબંબાકાર
Ahmedabad Rain: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વાસણા બેરેજના 27 ગેટ ખોલ્યા છે. ત્યારે સાબરમતી નદિ બે કાંઠે થઇ છે. તેમજ ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ છે. મોડી રાતથી ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ જળબંબાકાર થયા છે. જેમાં ગોતા, જગતપુર, ચાંદખેડા, મોટેરામાં ધોધમાર વરસાદ છે. તથા રાણીપ, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે.
ભારેથી અતિભારે વરસાદની અમદાવાદમાં આગાહી
ભારેથી અતિભારે વરસાદની અમદાવાદમાં આગાહી છે. વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ ભારે વરસાદ વચ્ચે અમદાવાદ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વાસણા બેરેજના 27 ગેટ ખોલાતા સાબરમતી નદિ બે કાંઠે થઇ છે. વાસણા બેરેજમાંથી 32 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તથા સંત સરોવરમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે.
Ahmedabad Heavy Rains : Ahmedabad માં વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ । Gujarat First#ahmedabad #AhmedabadRailInfo #rainingujarat #Rain #WeatherUpdate #WeatherForecast #gujaratfirst pic.twitter.com/bGzSVHlR5R
— Gujarat First (@GujaratFirst) September 7, 2025
Ahmedabad Rain: અમદાવાદ, ખેડાના ગામડાઓને સાવચેત રહેવા સૂચના
અમદાવાદ, ખેડાના ગામડાઓને સાવચેત રહેવા સૂચના છે. તેમજ સિંચાઈ વિભાગ દ્વારા વ્હાઈટ સિગ્નલ જાહેર કરાયું છે. પાલડી, એલિસબ્રિજ, વાડજ, ગ્યાસપુરમાં એલર્ટ જાહેર કરાયુ છે. તથા ધોળકાના 7, ખેડા, માતરના ગામમાં પૂરની ચેતવણી છે.
4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે. આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 7 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


