Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Rain: શહેરમાં ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારીએ વ્યક્તિનો જીવ લીધો

આટ આટલી દુર્ઘટનાઓ છતાં શીખ નથી લેતા બાબુઓ! અમદાવાદમાં ગઈકાલે ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ મળ્યો
ahmedabad rain  શહેરમાં ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારીએ વ્યક્તિનો જીવ લીધો
Advertisement
  • આટ આટલી દુર્ઘટનાઓ છતાં શીખ નથી લેતા બાબુઓ!
  • અમદાવાદમાં ગઈકાલે ખાડામાં પડેલા યુવકનો મળ્યો મૃતદેહ
  • અંબિકા નગર મોગલ માતાના મંદિર પાસેનો બનાવ

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારીએ વ્યક્તિનો જીવ લીધો છે. નિંભર તંત્રના પાપે એક પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે. આટ આટલી દુર્ઘટનાઓ છતાં શીખ નથી લેતા બાબુઓ! અમદાવાદમાં ગઈકાલે ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ મળ્યો છે. ઓઢવમાં ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ બહાર કઢાયો છે. અંબિકા નગર મોગલ માતાના મંદિર પાસેનો બનાવ છે. જેમાં મનુભાઈ પીતાંબર દાસ પંચાલ નામના યુવકનું મોત થયુ છે.

Advertisement

ફાયર વિભાગે 10 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

ફાયર વિભાગે 10 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો છે. ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસરે જણાવ્યું હતું કે, રાત્રે 8:50 વાગ્યાની આસપાસ ઓઢવ ફાયર સ્ટેશનને માહિતી મળી હતી કે ઓઢવ અંબિકાનગરની મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલની બાજુમાં ડ્રેનેજ લાઈનના ખાડામાં બાઈક સાથે એક વ્યક્તિ પડ્યો છે. જેથી ઓઢવ ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ સાથે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. નિકોલ ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે આવવા માટે નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યારે ડ્રેનેજ લાઈનનો ખાડો હતો, જેમાં ખૂબ પાણી ભરાયેલું હતું. સતત વરસાદ પડી રહ્યો હતો. ઘટનાસ્થળ ઉપર સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે, બાઈક સાથે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો અને તરત જ કાબુ ગુમાવતા પાણીમાં પડ્યો હતો અને ખાડામાં ગરકાવ થઈ ગયો હતો.

Advertisement

અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદને લઈને વૃક્ષ ધરાશાયી

અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદને લઈને વૃક્ષ ધરાશાયી થયા છે. જેમાં નારણપુરા પોસ્ટ ઓફિસ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયુ છે. વૃક્ષ ધરાશાયી થતા બંને બાજુનો રોડ બ્લોક થયો છે. જેમાં રોડ બ્લોક થતા વાહનચાલકો અટવાયા છે. સવારે શાળાએ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલે સાંજે પૂર્વ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ અમદાવાદ પૂર્વમાં સરેરાશ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. મણિનગરમાં 3 કલાકમાં 6 ઇંચ વરસાદથી પાણી-પાણી થયુ છે. દક્ષિણી, કુબેરનગર, મીઠાખળી અંડરપાસ બંધ કરાયા હતા. તથા ઓઢવમાં સાડા 4 ઇંચ, ચકુડિયામાં 4 ઇંચ, મેમ્કોમાં 3 ઇંચ વરસાદ તથા વિરાટનગરમાં 3 ઇંચ નિકોલમાં અઢી ઇંચ વરસાદ સાથે નરોડામાં પોણા 3 ઇંચ, વટવામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: Gujarat in Rain: હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું, જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×