Ahmedabad Rain: શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ઓરેન્જ એલર્ટ જાહેર
- Ahmedabad Rain: હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં કરી છે આગાહી
- અમદાવાદ શહેરમાં રાત્રે 3 વાગ્યાથી સતત ધીમીધારે વરસાદ
- શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. તેમાં અમદાવાદ શહેરમાં રાત્રે 3 વાગ્યાથી સતત ધીમીધારે વરસાદ શરૂ છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. ગુજરાતમાં દિવાળી બાદ પણ વરસાદી માહોલ જામ્યો છે.
કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં ઠંડીનો ચમકારો
ઉલ્લેખનીય છે કે મોડી રાતથી જ કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેમજ અમદાવાદ સિવાય અમરેલી અને બોટાદમાં પણ રાત્રિના સમયથી જ વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યાં વરસાદની સાથે ઠંડી પણ હોવાથી રોગચાળો ફેલાવવાની ભીતિ છે.
રાજ્યમાં 129 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો | Gujarat First
સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6 ઈંચ વરસાદ વરસ્યો
તાપીના સોનગઢમાં 4 ઈંચ, ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ
ઉના, જાફરાબાદ, સુત્રાપાડા, ડેડિયાપાડામાં 3 ઈંચ
રાજુલા અને ભાવનગરમાં પણ વરસ્યો 3 ઈંચ વરસાદ
સાગબારા, કોડિનાર, પાલિતાણા,… pic.twitter.com/aVB8FEIgU2— Gujarat First (@GujaratFirst) October 27, 2025
Ahmedabad Rain: ગાંધીનગર, ખેડામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું
આજે ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતનાં તમામ જિલ્લા તથા ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, ખેડામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
28 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આજે સવારના 10 વાગ્યા સુધી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, પોરબંદર, જુનાગઢ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તથા 28 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: Cyclone Montha: બંગાળની ખાડીમાં 'મોન્થા' વાવાઝોડું સક્રિય, ઓડિશા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં એલર્ટ


