Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Rain: શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો, ઠેર ઠેર પાણી ભરાયા

સમગ્ર શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેમાં મણિનગર, કાલુપુર, પ્રહેલાદનગર, સેટેલાઈટ, બોપલમાં પાણી ભરાયુ
ahmedabad rain  શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો   ઠેર ઠેર પાણી ભરાયા
Advertisement
  • મણિનગર, કાલુપુર, પ્રહેલાદનગર, સેટેલાઈટ, બોપલમાં વરસાદ
  • વરસાદને પગલે વાસણા બેરેજનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો
  • રસ્તા પર BRTS અને AMTS બસ પણ પાણીમાં ફસાઈ છે

Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સમગ્ર શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેમાં મણિનગર, કાલુપુર, પ્રહેલાદનગર, સેટેલાઈટ, બોપલમાં વરસાદ છે. વરસાદને પગલે વાસણા બેરેજનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેથી અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. અમદાવાદમાં માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં રસ્તા પર BRTS અને AMTS બસ પણ પાણીમાં ફસાઈ છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ગુજરાત હવામાન વિભાગ પ્રમાણે 28 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

Advertisement

તાપી, ડાંગ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા

ઉલ્લેખનીય છે કે કચ્છ, જામનગર, જૂનાગઢ, તાપી, ડાંગ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. 29 જુલાઈના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Advertisement

ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે

ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ, ખેડાના માતર તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ તેમજ વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં 4-4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ, 18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 30 તાલુકામાં 1 ઈંચથી વધુ અને કુલ 112 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: Gujarat Rain: 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘ

Tags :
Advertisement

.

×