Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગરમાં 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યા ભરાયુ પાણી

જશોદાનગરમાં કેનાલ તૂટવાની તૈયારી છે જો કેનાલ તૂટશે તો આ વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાશે
ahmedabad rain  અમદાવાદ ગાંધીનગરમાં 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ  જાણો ક્યા ભરાયુ પાણી
Advertisement
  • જશોદાનગરમાં કેનાલ તૂટવાની તૈયારી છે
  • જો કેનાલ તૂટશે તો આ વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાશે
  • રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં 1 વાગ્યા સુધી વરસાદને લઈ રેડ એલર્ટ છે. જેમાં અમદાવાદમાં મેઘરાજાની ધબધબાટી છે. તેમાં જશોદાનગરમાં કેનાલ તૂટવાની તૈયારી છે. જો કેનાલ તૂટશે તો આ વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાશે. જશોદાનગર જય ગરવી ગુજરાત સોસાયટી પાણીમાં ગરકાવ થઇ છે. તથા વિજયપાર્ક સોસાયટીમાં પાણી નહીં પણ પાણીમાં સોસાયટી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તેમજ રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજના બેટમાં ફેરવાઈ

શહેરમાં નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજના બેટમાં ફેરવાઈ છે. જેમાં ઘૂંટણ સમા કરતાં પણ વધારે પાણી ભરાયા છે. વરસાદી અને ગટરના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. દર વર્ષે થોડા વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. મધુ માલતી આવાસ યોજનાના સ્થાનિકો ખરાબ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ છે. ત્યારે 27 જુલાઈ એટલે કે આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.

Advertisement

Advertisement

જશોદાનગર વિસ્તાર જળબંબાકાર થયો છે

જશોદાનગર વિસ્તાર જળબંબાકાર થયો છે. વાહન ચાલકો પાણીમાં ભારે હાલાકી વેઠી રહ્યા છે. જેમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ વરસાદમાં ધોવાયો છે. તેમાં અસલાલી નેશનલ હાઇવે નંબર 48 પરનો બ્રિજ ધોવાતા બંધ કરાયો છે. વરસાદનું પાણી બ્રિજની વોલમાંથી ધળધળ વહેતા બ્રિજ બંધ કરાયો છે. ત્યારે અસલાલી બ્રિજ તેમજ સર્વિસ રોડ પર વાહન ચાલકોની અવરજવર બંધ કરાઈ છે. જેમાં તમામ વાહનનોને અસલાલી ગામમાં થઈને પસાર કરાવવામાં આવી રહ્યા છે.

અસલાલી ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો દેખાયા

અસલાલી ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો દેખાયા છે. જેમાં શહેરના પાલડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પાલડી સુવિધા તરફ જવાના રસ્તા પર નૂતન સોસાયટી બહાર વરસાદી પાણી છે. રાત્રી દરમિયાન અને સવારે વરસેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.

આ પણ વાંચો: Stampede At Haridwar : હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત

Tags :
Advertisement

.

×