Ahmedabad Rain: અમદાવાદમાં હિલ સ્ટેશન આબુ જેવા દ્રશ્યો સર્જાયા, ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો
- શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે
- આગામી 4 દિવસ હજુ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી
- શહેરમાં વૈષ્ણોદેવીથી ચાંદખેડા ત્રાગડ તરફનો અંડરપાસ ખખડધજ
Ahmedabad Rain: અમદાવાદમાં હિલ સ્ટેશન આબુ જેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આગામી 4 દિવસ હજુ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ત્યારે નરોડામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
શહેરમાં વૈષ્ણોદેવીથી ચાંદખેડા ત્રાગડ તરફનો અંડરપાસ ખખડધજ
શહેરમાં વૈષ્ણોદેવીથી ચાંદખેડા ત્રાગડ તરફનો અંડરપાસ ખખડધજ થયો છે. અંડરપાસમાં છત ઉપરથી સત્તત પાણી ટપકતા લોકો પરેશાન થયા છે. જેમાં હાઇવે ઓથોરિટીની કામગીરી પર સવાલો ઉભા થયા છે. જેમાં અંડરપાસ રોડનું સત્વરે રિપેર નહીં કરે તો નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ઉપર પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવી છે અને AMCની પોલ પ્રથમ વરસાદે જ ખુલ્લી પાડી દીધી અને પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ થઈ હોવાની વાત સાચી સાબિત થઈ છે. શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે સામાન્ય વરસાદ હોવા છતાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં જ શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્યમાં છેલ્લા ચાર કલાકમાં 66 તાલુકામાં વરસાદ પડ્યો
રાજ્યમાં છેલ્લા ચાર કલાકમાં 66 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો તથા સુરતના ઉમરપાડમાં 3 ઈંચ વરસાદ પડ્યો તથા ભરૂચના વાલિયા તાલુકામાં 2.5 ઈંચ વરસાદ સાથે વલસાડના ધરમપુર તાલુકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં અમિરગઢ, નાંદોદ, કુકરમુંડામ, વલસાડમાં 1.5 ઈંચ વરસાદ થયો છે. તથા બાકીના અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: Puri Rath Yatra Stampede: પુરીમાં રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિરમાં નાસભાગ, 3 લોકોના મોત, 10 થી વધુ ઘાયલ


