Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Rain: શહેરમાં સાબરમતીના જળ સ્તરમાં વધારો, રિવરફ્રન્ટના વોક વેથી લોકોને દૂર ખસેડાયા

Ahmedabad Rain: મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદનું જોર હજુ વધશે
ahmedabad rain  શહેરમાં સાબરમતીના જળ સ્તરમાં વધારો  રિવરફ્રન્ટના વોક વેથી લોકોને દૂર ખસેડાયા
Advertisement
  • Ahmedabad Rain: પાણીના સ્તરમાં વધારો થતા લોઅર પ્રોમીનાડ બંધ કરાયો
  • ધરોઈ ડેમના દરવાજા ખોલાતા પાણીમાં વધારો થયો
  • આગામી સૂચના ન મળે ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ

Ahmedabad Rain: અમદાવાદમાં સાબરમતી નદિના જળ સ્તરમાં વધારો થયો છે. પાણીના સ્તરમાં વધારો થતા લોઅર પ્રોમીનાડ બંધ કરાયો છે. તથા રિવરફ્રન્ટના વોક વેથી લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. તેમજ ધરોઈ ડેમના દરવાજા ખોલાતા પાણીમાં વધારો થયો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી રિવરફ્રન્ટનો વોક વે બંધ કરાયો છે.

30 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી

ઉલ્લેખનીય છે કે આગામી સાત દિવસ એટલે કે, 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદનું જોર હજુ વધશે. આજે જુનાગઢ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તથા 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 17 જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

Ahmedabad Rain: ભારે વરસાદની આગાહી થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ

પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, પાટણ, ગાંધીનગર, ખેડા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને 25મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. વરસાદ અને ભારે પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

આ પણ વાંચો: Rajasthan Rain: સવાઈ માધોપુર, કોટા... રાજસ્થાનના આ શહેરો પૂરમાં ડૂબી ગયા

Tags :
Advertisement

.

×