Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Rath Yatra 2025 : રથાયાત્રામાં ભાગદોડ, અચાનક હાથી બેકાબૂ થઈ ગયો જુઓ Video

હાથીને વન વિભાગ દ્વારા કન્ટ્રોલ કરતા મોટી જાનહાનિ થતા બચી ગઇ છે
ahmedabad rath yatra 2025   રથાયાત્રામાં ભાગદોડ  અચાનક હાથી બેકાબૂ થઈ ગયો જુઓ video
Advertisement
  • રથયાત્રામાં ખડીયા વિસ્તારમાં હાથીએ સંતુલન ગુમાવ્યું છે
  • ડોક્ટર અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા હાથી પર કંટ્રોલ કરવામાં આવ્યો
  • પોલીસ દ્વારા તાત્કાલિક પબ્લિક દૂર કરવામાં આવી હતી

Ahmedabad Rath Yatra 2025 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રામાં ખડીયા વિસ્તારમાં હાથીએ સંતુલન ગુમાવ્યું છે. ડોક્ટર અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા હાથી પર કંટ્રોલ કરવામાં આવ્યો છે. તથા પોલીસ દ્વારા તાત્કાલિક પબ્લિક દૂર કરવામાં આવી હતી. હાથીને વન વિભાગ દ્વારા કન્ટ્રોલ કરતા મોટી જાનહાનિ થતા બચી ગઇ છે.

Advertisement

અચાનક જ સૌપ્રથમ આગળ ચાલતો હાથી બેકાબૂ થઈ ગયો

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી ત્યાં લગભગ 9.33 વાગ્યાની આસપાસ હાથી ધીમે ધીમે ખાડિયાથી આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક જ સૌપ્રથમ આગળ ચાલતો હાથી બેકાબૂ થઈ ગયો હતો. ત્યારબાદ ધીમે ધીમે પાછળ બેથી ત્રણ હાથી આવી રહ્યા હતા જે હાથી પણ લાઈનમાં આગળ ચાલવાની જગ્યાએ થોડા દોડવા લાગ્યા હતા. હાથી બેકાબૂ થતા ભાગદોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રથયાત્રામાં ખડીયા વિસ્તારમાં હાથીએ સંતુલન ગુમાવ્યું હતુ.

Advertisement

3 હાથીને દેસાઈની પોળમાં રાખવામાં આવ્યા

નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાયની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત થઇ છે. જેમાં જણાવ્યું છે કે 3 હાથીને દેસાઈની પોળમાં રાખવામાં આવ્યા છે. વધારે પડતા અવાજ ઘોંઘાટના કારણે હાથીએ સંતુલન ગુમાવ્યું હતુ. હાલ પરિસ્થિતિ સામાન્ય છે ત્રણ હાથી નોર્મલ કન્ડિશનમાં રાખવામાં આવ્યા છે. સૌને વિનંતી છે કે હાથી પાસે નજીકના જાય અને ઘોંઘાટ ન ફેલાવે. હાથીને બિનજરૂરી ખાવાનું ન આપે. રથયાત્રામાં નર હાથી બેકાબૂ થતા બે માદા હાથીએ તેને કાબૂ કર્યો હતો. હાથી બેકાબૂ થવાના કારણ અંગે અધિકારીએ જણાવ્યું કે વધુ પડતી સિસોટી વાગતા અને ડિજેના અવાજથી હાથી બેકાબૂ થઈ ગયો હતો. અત્યારે રથયાત્રામાંથી બે માદા અને એક નર હાથી હટાવી એમ 3 હાથીને રથયાત્રામાંથી દૂર કરી દેવાયા છે. હવે રથયાત્રામાં 17 હાથીમાંથી 14 હાથી રથયાત્રામાં જોડાશે. આ 3 હાથીને હવે રથયાત્રામાં સાથે લઈ જવાશે નહીં.

આ પણ વાંચો: LIVE: 148th Rath Yatra: ભગવાન જગન્નાથની રથયાત્રામાં 18 માંથી 3 ગજરાજ બેકાબૂ થયા

Tags :
Advertisement

.

×