Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : AMTS-BRTS નાં મુસાફરો માટે રાહતનાં સમાચાર! પ્લાસ્ટિક મુક્ત અ'વાદ માટે નવતર પ્રયોગ

બીજી તરફ, અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત (Plastic-Free Ahmedabad) કરવા માટે AMC દ્વારા વધુ એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
ahmedabad   amts brts નાં મુસાફરો માટે રાહતનાં સમાચાર  પ્લાસ્ટિક મુક્ત અ વાદ માટે નવતર પ્રયોગ
Advertisement
  1. AMTS-BRTS ના મુસાફરો માટે રાહતનાં સમાચાર (Ahmedabad)
  2. 70 વર્ષથી વધુના લોકોને હવે પાસ માટે લાંભી લાઈનમાં ઊભા રહેવાથી મુક્તિ
  3. વય વંદના ધરાવતા વૃદ્ધોને હવે ઘરે જ આપવામાં આવશે કાર્ડ
  4. અમદાવાદીઓને મફતમાં અપાશે કાપડની થેલી
  5. શ્રાવણ માસના પ્રથમ સોમવારે થેલીનું વિતરણ કરાશે

Ahmedabad : શહેરમાં AMTS-BRTS માં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે રાહતનાં સમાચાર આવ્યા છે. હવે સિનિયર સિટિઝનને (Senior Citizens) પાસ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. વય વંદના કાર્ડ (Vaya Vandana Card) ધરાવતા 70 વર્ષથી વધુનાં સિનિયર સિટિઝનને હવે તેમનાં ઘરે જ પાસ આપવામાં આવશે. શહેરમાં અત્યાર સુધી 2.76 લાખ સિનિયર સિટિઝનને વય વંદના કાર્ડ આપવામાં આવ્યા છે. બીજી તરફ, અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત (Plastic-Free Ahmedabad) કરવા માટે AMC દ્વારા વધુ એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - Bhavnagar : તાતણીયા ગામે વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે! શાળાની બહાર ઉપવાસ પર બેઠા

Advertisement

વય વંદના ધરાવતા વૃદ્ધોને હવે ઘરે જ આપવામાં આવશે કાર્ડ

અમદાવાદમાં (Ahmedabad) AMTS-BRTS માં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે, 70 વર્ષથી વધુની વયનાં સિનિયર સિટિઝનને પાસ માટે લાંભી લાઈનોમાં ઊભા રહેવાથી મુક્તિ મળશે. વય વંદના કાર્ડ ધરાવતા વૃદ્ધોને હવે તેમના ઘરે જ વય વંદના કાર્ડ ઉપલબ્ધ કરાશે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં અમદાવાદમાં 2.76 લાખ નાગરિકોને વય વંદના કાર્ડ અપાયા છે. નોંધનીય છે કે, અગાઉ 65 વર્ષથી વધુ વયનાં સિનિયર સિટિઝનને AMTS-BRTS માં મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : એક તરફ 'સ્માર્ટ એજ્યુકેશન' ની વાતો, બીજી તરફ શિક્ષક-ઓરડાની પણ ઘટ!

શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાપડની થેલીઓનું વિતરણ

બીજી તરફ અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત (Plastic-Free Ahmedabad) કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદીઓને મફતમાં કાપડની થેલીઓનું વિતરણ કરવા અંગે નિર્ણય કરાયો છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ થેલીઓનું વિતરણ કરાશે. મહાદેવ મંદિર પર સ્થાનિક ધારાસભ્ય, કાઉન્સિલરો દ્વારા કાપડની થેલીઓનું વિતરણ કરાશે. વોર્ડ દીઠ કાપડની 2 હજાર થેલીનાં વિતરણનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો - Ahmedabad : ઓનલાઇન ગેમિંગની લતે શિક્ષિકાને બનાવી ચોર!

Tags :
Advertisement

.

×