ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ : Juhapura માં સોનલ ચાર રસ્તા બબાલ કેસ, ત્રણ આરોપીઓની ધરપકડ, એક ફરાર

અમદાવાદના Juhapura માં વાહન ઝઘડામાં છરીનો હુમલો, પોલીસે ત્રણની ધરપકડ કરી
09:20 PM Sep 04, 2025 IST | Mujahid Tunvar
અમદાવાદના Juhapura માં વાહન ઝઘડામાં છરીનો હુમલો, પોલીસે ત્રણની ધરપકડ કરી

અમદાવાદ : અમદાવાદના જુહાપુરા ( Juhapura ) વિસ્તારમાં સોનલ ચાર રસ્તા પર બે જૂથો વચ્ચે થયેલી બબાલના મામલે વેજલપુર પોલીસે ત્રણ આરોપીઓ કે જેમાં જીગ્નેશ ઠાકોર, રાહુલ ખટીક, અને ગોપાલ ખટીકની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ ઓઢવના રહેવાસી છે. આ ઘટનામાં હજુ એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.

શું હતી Juhapura ની ઘટના?

જુહાપુરાના સોનલ ચાર રસ્તા પર બે જૂથો વચ્ચે વાહન ચલાવવાને લઈને ઝઘડો થયો હતો, જે બાદ બાબતે વિવાદ વધી ગયો હતો. આ ઝઘડા દરમિયાન અજાણ્યા શખ્સોએ એક જૂથના વાહનને રોકીને છરી વડે હુમલો કર્યો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં તણાવ ફેલાવ્યો હતો, જેથી વેજલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- અમદાવાદ : Seventh Day School માં વિદ્યાર્થીની હત્યાના મામલે હાઈકોર્ટમાં અરજી, 9 સપ્ટેમ્બરે વધુ સુનાવણી

પોલીસની ઝડપી કાર્યવાહી

વેજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે ત્રણ આરોપીઓ જીગ્નેશ ઠાકોર, રાહુલ ખટીક અને ગોપાલ ખટીકની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351(2) (ગુનાહિત હુમલો), 351(5) (જાણીજોઈને ઈજા પહોંચાડવી) અને 351(6) (ઘાતક હથિયારો વડે હુમલો) હેઠળ ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી દીધા છે. તે ઉપરાંત અમદાવાદની અધતન પોલીસ પોતાના ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી રહી છે.

જૂહાપુરા વિસ્તારમાં પહેલા પણ બની છે મારામારીની ઘટનાઓ

આ ઘટના બાદ જુહાપુરા વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે ઝડપી સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. સ્થાનિક લોકોએ પોલીસની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી છે, પરંતુ સાથે સાથે વિસ્તારમાં વધુ પેટ્રોલિંગ અને સુરક્ષાની માંગ પણ ઉઠી છે. જોકે, "જુહાપુરામાં આવી ઘટનાઓ રોકવા માટે પોલીસે સતત નજર રાખવી જોઈએ. સોનલ ચાર રસ્તો વ્યસ્ત વિસ્તાર છે, અહીં CCTV અને પેટ્રોલિંગ વધારવું જરૂરી છે."

જુહાપુરા અમદાવાદનો એક સંવેદનશીલ અને ગીચ વસ્તીવાળો વિસ્તાર છે. આ વિસ્તાર અગાઉ પણ આવી ઘટનાઓનું કેન્દ્ર રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બર 2024માં પણ જુહાપુરામાં બે જૂથો વચ્ચેના ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જેમાં વેજલપુર પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી. આવી ઘટનાઓએ વિસ્તારમાં સુરક્ષા અને શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમદાવાદ પોલીસ જે આધુનિક ટેકનોલોજી અને સઘન પેટ્રોલિંગ માટે જાણીતી છે, આ મામલે કડક કાર્યવાહીની ખાતરી આપી રહી છે.

આ પણ વાંચો- ભાવનગરના Panwadi માં વ્યસન મુક્તિના સંદેશ સાથે તૈયાર કરાયો અનોખો પંડાલ

Tags :
#SonalCharRasta#VehicleDisputeAhmedabadNewsCrimeNewsGujaratCrimeJuhapuraKnifeAttackOdhavPoliceInvestigationVejalpurPolice
Next Article