Ahmedabad : Gujarat first સાથેની વાતચીતમાં ઋષિ ભારતી બાપુએ બળાપો કાઢ્યો!
- કોળી ઠાકોર સમાજે કરેલી માગને ઋષિ ભારતી બાપુએ આપ્યું સમર્થન (Ahmedabad)
- ગુજરાત સ્થાપના બાદ કોળી સમાજ સાથે અન્યાય થયો : ઋષિ ભારતી બાપુ
- અત્યાર સુધી OBC સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે : ઋષિ ભારતી બાપુ
- OBC સમાજના વ્યક્તિને કોઈ ઊંચું પદ મળ્યું નથી : ઋષિ ભારતી બાપુ
- ગુજરાતમાં કોળી સમાજના 40 ટકા વસ્તી છે : ઋષિ ભારતી બાપુ
Ahmedabad : કોળી ઠાકોર સમાજના (Koli Thakor Community) યુવાનોને સંખ્યા અનુરૂપ સરકારમાં ભાગીદારી આપવાની માગને લંબેનારાયણ આશ્રમ મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ (Rishi Bharti Bapu) સમર્થન આપ્યું છે. ગુજરાત ફર્સ્ટ (Gujaratfirst News) સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, ગુજરાત સ્થાપના બાદથી કોળી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતમાં કોળી સમાજની 40 ટકા વસ્તી છે. રાજ્યમાં કોળી સમાજનાં દોઢ કરોડથી વધુ મતદારો છે. છતાં OBC સમાજમાંથી માધવસિંહ સોલંકી સિવાય કોઈ મુખ્યમંત્રી બન્યું નથી.
આ પણ વાંચો - Ahmedabad : LLB વિદ્યાર્થીઓ આનંદો..! HC નાં ચુકાદા બાદ 4500 થી વધુ છાત્રોને મોટી રાહત
કોળી ઠાકોર સમાજે કરેલી માગને ઋષિ ભારતી બાપુએ આપ્યું સમર્થન
ગુજરાત સ્થાપના બાદ કોળી સમાજ સાથે અન્યાય: ઋષિ ભારતી બાપુ
અત્યાર સુધી OBC સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે: ઋષિ ભારતી બાપુ
OBC સમાજના વ્યક્તિને કોઈ ઊંચું પદ મળ્યું નથી: ઋષિ ભારતી બાપુ
ગુજરાતમાં કોળી સમાજના 40 ટકા વસ્તી છે: ઋષિ… pic.twitter.com/Xb2dbFjdea— Gujarat First (@GujaratFirst) July 17, 2025
'રાજ્યમાં કોળી સમાજની 40 ટકા વસ્તી છે'
લંબેનારાયણ આશ્રમનાં (Ahmedabad) મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ (Rishi Bharti Bapu) ફરી એકવાર કોળી ઠાકોર સમાજે કરેલી માગને સમર્થન આપ્યું છે. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યના સ્થાપના બાદથી કોળી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં OBC સમાજની કોઈ વ્યક્તિને સરકારમાં ઊંચું પદ મળ્યું નથી. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આગળ કહ્યું કે, રાજ્યમાં કોળી સમાજની 40 ટકા વસ્તી છે અને અઢી કરોડ વસ્તી ધરાવતો આ સમાજ છે.
આ પણ વાંચો - Gujarat Congress : એક તરફ પ્રદેશ પ્રમુખની પસંદગી, બીજી તરફ દિગ્ગજ નેતાના નિર્ણય એ આંચકો આપ્યો!
OBC સમાજમાંથી માધવસિંહ સોલંકી સિવાય કોઈ CM બન્યા નથી : ઋષિભારતી બાપુ
મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે, અત્યાર સુધી બ્રાહ્મણ (Brahmin) તેમ જ જૈન (Jain) સમાજમાંથી 8 મુખ્યમંત્રી આવ્યા છે. જ્યારે પાટીદાર સમાજમાંથી (Patidar Samaj) 5 મુખ્યમંત્રી બન્યા છે. પરંતુ, OBC સમાજમાંથી માધવસિંહ સોલંકી (Madhavsinh Solanki) સિવાય કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી બની નથી. તેમણે કહ્યું કે, આ માંગ માત્ર જયેશ ઠાકોર નહીં પણ સમગ્ર કોળી સમાજની છે.
આ પણ વાંચો - Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાની પસંદગી


