Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી : 2.97 કરોડની એમ્બરગ્રીસ સાથે બે ઝડપાયા

2.97 કરોડની એમ્બરગ્રીસ સાથે SOGની રેડ : બે ઝડપાયા, ભાવનગરનો મુખ્ય આરોપી ફરાર
અમદાવાદ ગ્રામ્ય sogની મોટી કાર્યવાહી   2 97 કરોડની એમ્બરગ્રીસ સાથે બે ઝડપાયા
Advertisement
  • 2.97 કરોડની એમ્બરગ્રીસ સાથે SOGની રેડ: બે ઝડપાયા, ભાવનગરનો મુખ્ય આરોપી ફરાર
  • સરખેજ-સાણંદ હાઈવે પર SOGની મોટી કાર્યવાહી: વ્હેલની વોમિટ જપ્ત
  • અમદાવાદ ગ્રામ્યમાં એમ્બરગ્રીસ કૌભાંડ: 2.97 કરોડનો જથ્થો પકડાયો
  • વ્હેલની વોમિટનું કાળું બજાર: SOGએ બેની ધરપકડ કરી, તપાસ શરૂ
  • ભાવનગરથી અમદાવાદ: એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે વ્હેલની વોમિટ (એમ્બરગ્રીસ)ના ગેરકાયદેસર વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સરખેજ-સાણંદ હાઈવે પર ગીબપુરા ગામ નજીક બાતમીના આધારે ટ્રેપ ગોઠવીને બે શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરવામાં આવી. પોલીસે 2.976 કિલો એમ્બરગ્રીસ જપ્ત કરી જેની બજાર કિંમત આશરે 2 કરોડ 97 લાખ 60 હજાર રૂપિયા છે.

ઝડપાયેલા આરોપીઓ ભાવનગરના યોગેશભાઈ તુળશીભાઈ મકવાણા અને અમદાવાદના પિન્ટુકુમાર ભરતભાઈ પટેલ છે. પૂછપરછમાં સામે આવ્યું કે આ એમ્બરગ્રીસનો જથ્થો ભાવનગર જિલ્લાના ટાણા ગામના ભરતભાઈ વલ્લભભાઈ સરવૈયા પાસેથી મેળવવામાં આવ્યો હતો. જોકે, ભરત સરવૈયા હજુ ફરાર છે, અને તેની ધરપકડ બાદ જ એમ્બરગ્રીસના સ્ત્રોત અને વેચાણની રકમની વિગતો સામે આવશે.

Advertisement

એમ્બરગ્રીસ શું છે?

એમ્બરગ્રીસ, જેને સ્પર્મ વ્હેલની વોમિટ તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ મુખ્યત્વે કિંમતી પરફ્યુમ અને કેટલાક દેશોમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દવાઓ બનાવવા માટે થાય છે. આ દુર્લભ પદાર્થની કાળા બજારમાં ઊંચી માંગ હોવાથી તેનું ગેરકાયદેસર વેચાણ થાય છે.

Advertisement

અમદાવાદમાં એમ્બરગ્રીસના કેસ વધ્યા

છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેચાણના કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ બાદ હવે ગ્રામ્ય SOGએ પણ આ પ્રકારનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. SOGએ બંને આરોપીઓની ધરપકડ કરીને કેસને વધુ તપાસ માટે વન વિભાગને સોંપ્યો છે.

ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા જ અમદાવાદ શહેર પોલીસે પણ એમ્બરગ્રીસ સાથે કેટલાક લોકોની ધરપકડ કરી હતી. તો ટૂંક જ સમયમાં બીજી વખથ એમ્બરગ્રીસ સાથે અન્ય બે લોકો ઝડપાઇ ચૂક્યા છે. જોકે, આ વખતે અમદાવાદ ગ્રામ્ય પોલીસને સફળતા હાથ લાગી છે.

આ પણ વાંચો-ભરૂચના નદેલાવમાં ઘરમાં ઘુસીને કરાઇ કરપીણ હત્યા, હત્યારાઓ DVR પણ ઉઠાવી ગયા

Tags :
Advertisement

.

×