Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Seventh Day School: સેવન્થ ડે સ્કૂલ શરુ કરવાની માંગ સાથે વાલીઓ DEO કચેરી પહોંચ્યા

Ahmedabad Seventh Day School:
ahmedabad seventh day school   સેવન્થ ડે સ્કૂલ શરુ કરવાની માંગ સાથે વાલીઓ  deo કચેરી પહોંચ્યા
Advertisement
  • Ahmedabad Seventh Day School: બોયકોટ ઓનલાઇન ક્લાસના હોર્ડિંગ સાથે વાલીઓ -બાળકોનો વિરોધ
  • શાળામાં એમ્બ્યુલ્સ તેમજ શાળાની સિક્યુરિટી પણ બદલવામાં આવી
  • સ્કૂલમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવશે તેવા આસાર

Ahmedabad Seventh Day School: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ શરુ કરવાની માંગ સાથે વાલીઓ DEO કચેરી પહોંચ્યા છે. જેમાં બોયકોટ ઓનલાઇન ક્લાસના હોર્ડિંગ સાથે વાલીઓ-બાળકો વિરોધ કરવા DEO કચેરીએ પહોંચ્યા છે. તેમજ શાળા ઓફલાઈન શરુ કરવાની માંગણી છે. ઓનલાઈન કલાસથી અનેક હાલાકી પડી રહી છે. બાળકોની આંખોને ઓનલાઈન કલાસથી નુકશાન થઈ રહ્યું હોવાનો વાલીનો દાવો છે.

Seventh Day School students fight Gujarat First-20-08-2025-++

Advertisement

શાળામાં એમ્બ્યુલ્સ તેમજ શાળાની સિક્યુરિટી પણ બદલવામાં આવી

વાલીઓએ જણાવ્યું છે કે શાળામાં એમ્બ્યુલ્સ તેમજ શાળાની સિક્યુરિટી પણ બદલવામાં આવી છે. શાળા શરૂ કરવાની માંગ સાથે વડાપ્રધાનને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. અગાઉ પણ શાળા શરુ કરવાની માંગણી વાલીઓ કરી ચુક્યા છે. અમદાવાદમાં આવેલી સેવડ સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ ફરી શરૂ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદથી સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા લગભગ એક મહિનાથી આ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઇન માધ્યમથી ચાલી રહ્યું છે. હવે રાજ્ય સરકારનું હકારાત્મક વલણ અને વાલીઓની સતત ડિમાન્ડને ધ્યાનમાં રાખીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.

Advertisement

Ahmedabad Seventh Day School: સ્કૂલમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવશે તેવા આસાર

અગાઉ શિક્ષણ બંધ હતુ. જેમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે સકારાત્મક વલણ દર્શાવ્યું હતુ. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે કોર્ટમાં એક જવાબ રજૂ કરવામાં આવ્યો હતો, જે શાળા તરફથી હતો. કોર્ટમાં જવાબ રજૂ થયા બાદ જ શિક્ષણ કાર્ય શરૂ કરાયુ હતુ.

ટૂંક સમયમાં જ ઓફલાઇન શિક્ષણ થશે!

તેમજ હવે ટૂંક સમયમાં જ ઓફલાઇન શિક્ષણ ક્યારથી શરૂ થાય છે તે અંગેનો નિર્ણય આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. શાળાકીય શિક્ષણ શરૂ કરવામાં આવે ત્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લા પોલીસ કમિશનરનો પણ અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. પોલીસે આ બાબતે સકારાત્મકતા દર્શાવી છે અને શાળા શરૂ થાય તેવા સંજોગોમાં પોલીસ બંદોબસ્ત આપવાની તૈયારી પણ દર્શાવી છે. આથી, પોલીસ બંદોબસ્ત સાથે જ સ્કૂલમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવશે તેવા આસાર વરતાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Heat: ઠંડા યુરોપમાં ગરમીથી 62,700 લોકોના મોત, વધતા તાપમાનથી સમગ્ર વિશ્વને ખતરો

Tags :
Advertisement

.

×