અમદાવાદ : સેવન્થ ડે શાળાના વિદ્યાર્થી ઉપર છરીથી જીવલેણ હુમલો
- ખોખરા સેવન્થ ડે સ્કૂલના વિધાર્થી પર છરી વડે જીવલેણ હુમલો
- સ્કૂલના જ વિદ્યાર્થીએ અન્ય વિધાર્થી પર કર્યો હુમલો
- બનાવ બાદ ઇજાગ્રસ્ત વિધાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
- વિદ્યાર્થીને મારવા માટે 7 થી 8 કિશોર આવ્યા હતા
- ખોખરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી એક ચોંકાવાનરી ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળાના વિદ્યાર્થી પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને ખાગી હોસ્પિટલમાં સારવાર અર્થે તાત્કાલિક ખેસડવામાં આવ્યો હતો.
મળી રહેલી વધુ માહિતી અનુસાર, સેવન્ડ ડે સ્કૂલમાં વિદ્યાર્થી ઉપર હુમલો કરનારાઓ પણ અન્ય વિદ્યાર્થી જ હતા. ધોરણ 10માં ભણતા 15 વર્ષિય વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં ખાનગી હોસ્પિટલમાં તેનો ઓપરેશન ચાલું હોવાની માહિતી સામે આવી રહી છે. આ વિદ્યાર્થી ઉપર સાતથી આઠ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- દ્વારકામાં મેઘરાજાનો કહેર : 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, ગીર ગઢડામાં નગડિયા સંપર્ક વિહોણું
આ બનાવ પાછળ શાળાની બેદરકારી હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિજનો દ્વારા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીના પરિજનોના જણાવ્યા અનુસાર, શાળાના સંચાલનને બાળકોનો ખ્યાલ રાખવો જોઈએ. ખરેખર તો વિદ્યાર્થીની સુરક્ષાની જવાબદારી શાળાની હોય છે. શાળામાં રહેલા તમામ બાળકોની સુરક્ષાની જવાબદારી શાળાએ લેવી જોઈએ. શાળામાં જ બાળક ઉપર ગંભીર પ્રકારનો હુમલો કરવામાં આવ્યો અને તેનો કોઈ દ્વારા બચાવ કરવામાં આવ્યો નહીં, તે ખરેખર એક ગંભીર બાબત છે. ક્યાંકને ક્યાંક શાળાના સંચાલનની પણ ભૂલ દેખાઈ રહી હોય તેવું ચિત્ર ઉભું થયું છે.
ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આગળની તપાસ માટે સીસીટીવી કેમેરાના વીડિયો લેવાનું ચાલું કર્યું છે. સીસીટીવી ફુટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
સેવન્થ ડેના વિદ્યાર્થી ઉપર હુમલો કરનારાઓ અંગે અત્યાર સુધી કોઈ માહિતી સામે આવી શકી નથી. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ લીધી છે. તેવામાં થોડા જ સમયમાં વિદ્યાર્થી ઉપર કોઈ અન્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે પછી અન્ય કોઈ બાળકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તે અંગેનો ખુલાસો થઈ શકે છે. તે ઉપરાંત આ બાળક ઉપર કેમ હુમલો કરવામાં આવ્યો તે અંગેની માહિતી અત્યાર સુધી સામે આવી શકી નથી.
જોકે, પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે, બાળક ઉપર ક્યાં કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો. તે પણ તેની ઉંમરના જ અન્ય બાળકોએ આટલો ગંભીર હુમલો કેમ કર્યો?
આ પણ વાંચો- સુરતમાં 32 કરોડના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, ફરિયાદી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ!


