Ahmedabad : મ્યુઝિકલ પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ, મહેફિલ માણતી એક યુવતી સહિત 9 લોકોની ધરપકડ
- અમદાવાદની ક્લબમાંથી દારૂ પીને નશો કરતા 9 નબીરાઓ ઝડપાયા
- બોપલ પોલીસે ક્લબ 07 માંથી નબીરાઓની કરી ધરપકડ
- એક મહિલા સહિત 9 લોકોની ધરપકડ કરી
- 3 નબીરા પાસેથી ગાડીમાં દારૂની બોટલ મળી આવી
અમદાવાદની બોપલ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ક્લબ O7ના પાર્કિંગમાં દારૂ પી રહ્યા છે. જેના આધારે બોપલ પોલીસે રેડ કરી.. એક યુવતી સહિત નવ લોકોને ઝડપી લીધા હતા. નબીરાઓએ ક્લબમાં મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે રાહુલ ગોસ્વામી, હેમલ દવે, ભાવેશ પવાર, આશુતોષ શાહ, રાહુલ ચહલ, સની પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, 2 BMW કાર, હોન્ડા સિટી કાર, દારૂની બોટલ સહિત કુલ 8.50 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે.
છ લોકો નશો કરેલી હાલતમાં મળી આવ્યા
પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ક્લબનો માહોલ અલગ હતો. કારણકે, ક્લબમાં અંદાજીત 100થી 150 લોકો હતા. ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. સૌ કોઈ પાર્ટીમાં પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યા હતા. વાત ડાન્સ કરવા સુધી જ હોત તો ઠીક હતી. પરંતુ, આ પાર્ટીમાં આવેલા કેટલાક લોકોએ નશો કર્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. એ દરમિયાન શંકાસ્પદ નવ લોકોએ નશો કર્યો છે કે નહીં તે ચેક કરવામાં આવ્યું તો, તેમાંથી છ લોકો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે, બાકીના ત્રણ પાસેથી દારૂની બોટલો મળી આવી હતી.
ક્લબ સંચાલકની પૂછપરછ કરવામાં આવશે
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હેમલ દવે નામના વ્યક્તિએ ક્લબમાં ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. હેમલ દવે સહિત કુલ છ લોકો વિરુદ્ધ દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકો વિરુદ્ધ દારૂ રાખવાનો કેસ કરવામાં આવ્યો છે. રાતના 12:30 સુધી મ્યુઝિકલ ડાન્સ ચાલુ રાખવા બદલ જાહેરનામા ભંગની પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ક્લબના સંચાલકની પૂછપરછ કરવામાં આવશે.
Dwarka : જિલ્લાના લોકોએ સ્વયંભૂ કર્યું બ્લેક આઉટ, જગત મંદિરમાં આરતી કર્યા બાદ લાઈટો બંધ કરવામાં આવી
આ પણ વાંચોઃ Dwarka : જિલ્લાના લોકોએ સ્વયંભૂ કર્યું બ્લેક આઉટ, જગત મંદિરમાં આરતી કર્યા બાદ લાઈટો બંધ કરવામાં આવી
દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યાએ તપાસનો વિષય
પોલીસના કહેવા મુજબ મ્યુઝીકલ પાર્ટી માટે મંજૂરી લેવામાં આવી હતી .પાર્ટીમાં આવનારા લોકો માટે પાસ પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, જે લોકો પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે.એ લોકો દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યાએ તપાસનો વિષય છે.