Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી, 3 બાળક સહિત 10 લોકો પટકાયા

Ahmedabad: સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ થયો હતો ધરાશાયી સ્લેબ ધરાશાયી થતાં દસથી વધારે લોકો થયા ઈજાગ્રસ્ત Ahmedabad: નરોડામાં સીતારામ ચોકમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા 3 બાળક...
ahmedabad  ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી   3 બાળક સહિત 10 લોકો પટકાયા
Advertisement
  • Ahmedabad: સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા
  • ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ થયો હતો ધરાશાયી
  • સ્લેબ ધરાશાયી થતાં દસથી વધારે લોકો થયા ઈજાગ્રસ્ત

Ahmedabad: નરોડામાં સીતારામ ચોકમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા છે. ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતાં દસથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.

બાપા સીતારામ ચોક પાસે ગણેશ સ્થાપના દરમિયાન દુર્ઘટના બની

શહેરના નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે ગણેશ સ્થાપના દરમિયાન દુર્ઘટના બની છે. 27 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં લોકો ભોયરામાં પટકાયા હતા. જેમાં ત્રણ બાળકો સહિત 10 લોકો નીચે પટકાયા હતા. સ્થાનિકો તથા ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. કેટલાક લોકોને ગંભીર ઈજા થવાની માહિતી છે. ઘટનાસ્થળે ભીડ વધતાં પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી હોવાનું કહેવાય છે.

Advertisement

Advertisement

Ahmedabad: બે અલગ અલગ ઘટનાઓમાં એક બાળકીનું કરુણ મોત થયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન બે અલગ અલગ ઘટનાઓમાં એક બાળકીનું કરુણ મોત થયું છે, જ્યારે આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલા હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પહેલાં આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડીજેના ટેમ્પાની પાછળ પાછળ બાળકો નાચી રહ્યા હતા. આ દરમિયાન ડીજેનો ટેમ્પો અચાનક રિવર્સ આવતા પાંચ વર્ષની બાળકી નવ્યા પ્રવિણસિંગ સહિત અન્ય બાળકોને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓને કારણે નવ્યાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દિયાન, જનક અને ક્રિષ્ના નામના બાળકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ચિરાગ વ્યાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી

મળતી માહિતી મુજબ ટેમ્પોના ડ્રાઈવર રાકેશે પોતાનું વાહન સોસાયટીના રહેવાસી ચિરાગ વ્યાસને ચલાવવા આપ્યું હતું. ચિરાગ વ્યાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: America AI Challange: ટ્રમ્પની પત્નીનો AI ચેલેન્જ, વિજેતાને મળશે 8.78 લાખ રૂપિયા, જાણો શું કરવું પડશે?

Tags :
Advertisement

.

×