Ahmedabad : શહેરમાં વધતી ગુનાખોરીને લઈ ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં! કહ્યું - જે ગુના બન્યા તેમાં..!
- Ahmedabad માં વધતી ગુનાખોરીને લઈ ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં!
- ગુનાહિત પ્રવૃતિઓ પર અંકુશ લાવવા હર્ષ સંઘવીનો આદેશ
- અગાઉની ઘટનાઓમાં કાર્યવાહી સંદર્ભે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા અમુક દિવસોમાં હત્યાની એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ બની હતી. શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એક્શનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જે ગુના બન્યા તેમાં ઝડપી ચાર્જશીટ થાય તે પ્રયાસ કરાશે. તેમણે કહ્યું કે, આવતીકાલે DGP સત્તાવાર જાહેરાત કરશે અને આંકડાઓ સાથે સંપૂર્ણ માહિતી આપવામાં આપશે.
આ પણ વાંચો - Banaskantha : અંબાજીમાં અર્બુદા સેનાનો સ્નેહમિલન કાર્યક્રમ, વિપુલ ચૌધરીએ કહ્યું - 'બટેંગે તો કટેંગે' એ સામાન્ય..!
ગુનાહિત પ્રવૃતિઓ પર અંકુશ લાવવા હર્ષ સંઘવીનો આદેશ
અમદાવાદમાં (Ahmedabad) બોપલ, નહેરૂનગર અને કાગડાપીઠ વિસ્તારમાં એક પછી એક જાહેરમાં હત્યાઓની ઘટના બનતા શહેરની સુરક્ષા-વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા થયા છે. શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે ગૃહરાજ્યમંત્રીએ શહેર પોલીસને કડક આદેશ કર્યા છે. સાથે જ અગાઉની ઘટનાઓમાં કાર્યવાહી સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું (Harsh Sanghvi) નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો - Banaskantha : 'વાવમાં વટની લડાઈ' માં કોણ પહેરશે જીતનો તાજ ? Gujarat First પર સિનિયર પત્રકારોએ કહી આ વાત!
જે ગુના બન્યા તેમાં ઝડપી ચાર્જશીટ થાય તે પ્રયાસ કરાશે : હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, બનાવની ગંભીરતાઓ જોઈ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે ગુના બન્યા તેમાં ઝડપી ચાર્જશીટ થાય તે પ્રયાસ કરાશે. તેમણે કહ્યું કે, આવતીકાલે DGP સત્તાવાર જાહેરાત કરશે. આંકડાઓ સાથે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. માહિતી અનુસાર, આવતીકાલે DGP દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચો - Mehsana : બીજા દેશોમાં આપણા દેશને ગૌરવ મળે એ નાની વાત નથી : CM ભૂપેન્દ્ર પટેલ