Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: આ કોઈ આતંકવાદીઓ નથી, દેશના નાગરિકો છે: શક્તિસિંહ ગોહિલ

ઓઢવમાં રબારી વસાહતમાં AMC દ્વારા ડિમોલિશન કરીને અનેક માલધારીઓના મકાન તોડી પાડવામાં આવ્યા છે જને લઇને આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઘર વિહોણા થયેલા લોકોને મળવા પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ તમામ લોકોને રૂબરૂ મળ્યા હતા અને આ અંગે સરકારને રજૂઆત કરવા બાહેંધરી આપી હતી. વૃદ્ધ વ્યક્તિ પોતાની વ્યથા કહેતા શક્તિસિંહ સામે રડી પડ્યા હતા. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માને છે, આવું કરશે તો ભગવાન માફ નહીં કરે.
ahmedabad  આ કોઈ આતંકવાદીઓ નથી  દેશના નાગરિકો છે  શક્તિસિંહ ગોહિલ
Advertisement
  • અમદાવાદના ઓઢવમાં ડિમોલિશન મુદ્દે ગરમાયું રાજકારણ
  • રબારી વસાહતમાં 300થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા
  • વર્ષોથી રહેતા લોકો થયા ઘર વિહોણા, રહીશોમાં ભારે રોષ
  • દેશ આઝાદ થયો ત્યારે માલધારી સમાજને આ જગ્યા અપાઈ: શક્તિસિંહ
  • એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ ન હતી: શક્તિસિંહ
  • જે રિઝર્વ પ્લોટ હતા તે સોસાયટીની માલિકી હતી: શક્તિસિંહ
  • ''રહેઠાણ તોડતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો''

ઓઢવમાં રબારી વસાહતમાં AMC દ્વારા ડિમોલિશન કરીને અનેક માલધારીઓના મકાન તોડી પાડવામાં આવ્યા છે જને લઇને આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઘર વિહોણા થયેલા લોકોને મળવા પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ તમામ લોકોને રૂબરૂ મળ્યા હતા અને આ અંગે સરકારને રજૂઆત કરવા બાહેંધરી આપી હતી. વૃદ્ધ વ્યક્તિ પોતાની વ્યથા કહેતા શક્તિસિંહ સામે રડી પડ્યા હતા. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માને છે, આવું કરશે તો ભગવાન માફ નહીં કરે.

શક્તિસિંહ ગોહિલે રબારી વસાહતની મુલાકાત લીધી

અમદાવાદના ઓઢવની રબારી વસાહતમાં માલધારી તથા અન્ય સમાજના 120થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. AMC દ્વારા હજુ પણ આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી ચાલુ જ છે, ત્યારે હાજર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના આગેવાનો રબારી વસાહતમાં પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ જે લોકોના ઘર તૂટ્યા છે તે લોકોને રૂબરૂ મળ્યા હતા. અલગ અલગ ગલીઓમાં જઈને તેમણે ઘર તૂટ્યાનું નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

સરકારે જ અમને જગ્યા ફાળવી હતી: સ્થાનિકો

શક્તિસિંહ ગોહિલે ઘર વિહોણા થયેલા લોકોને મળીને વાતચીત પણ કરી હતી, ત્યારે એક વૃદ્ધ તેમની સામે વાત કરતા કરતા રડી પડ્યા હતા અને તેમની વ્યથા જણાવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. સરકારે જ અમને માલધારીઓ માટેની અલગ જગ્યા ફાળવી હતી અને હવે ટૂંક સમયની નોટિસ આપીને અમારા મકાન તોડી પાડવામાં આવ્યા છે.

Advertisement

અમાનવીય રીતે સરકારે તોડફોડ કરી: શક્તિસિંહ ગોહિલ

ડિમોલિશન કરેલી જગ્યાની મુલાકાત બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પથ્થરદિલ વ્યક્તિ પણ અહીંયા આવીને જોવે તો હૃદય દ્રવી ઉઠે તેવી સ્થિતિ છે. રબારી વસાહતમાં અમાનવીય રીતે સરકારે તોડફોડ કરી છે. ત્રણેય તરફ રસ્તા હોવા છતાં નવા રસ્તાની શું જરૂર હતી? આ વિસ્તારમાં રહેતો એક યુવક લોકો માટે લડતો હોવાથી એનું મકાન તોડવામાં આવ્યું છે. દલિત, બક્ષીપંચ અને માલધારી સમાજના ઘર તોડવામાં આવ્યા છે. કુદરતી સિદ્ધાંતનું પાલન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી ઘર તોડવું જોઇએ.

'જેમના આશીર્વાદ મળ્યા હોય એમના આશિયાના ના તોડવા જોઇએ'

એક દિવસ અને કલાકોની નોટિસ આપી ઘર તોડવામાં આવ્યા છે. ભગવાનના નામે મત મેળવતા લોકોને ભગવાન પણ માફ નહીં કરે. ભાજપના અહંકારને વ્હાલા ગુજરાતીઓ તોડે એવી વિનંતી છે. અમે જ્યારે વાત કરીએ ત્યારે અધિકારીઓ કહે છે કે, અમને તો સરકારનો આદેશ હતો. સરકાર ક્યારેય સરમુખત્યાર ના હોઇ શકે. જેમના આશીર્વાદ મળ્યા હોય એમના આશિયાના ના તોડવા જોઇએ. હિન્દુ ધર્મના નામે મત લો છો ત્યારે ભગવાનના ફોટા તો કાઢવા દેવા હતા. કાટમાળ નીચે ભગવાનના ફોટા, ઘરવખરી જોવા મળી રહી છે. કોંગ્રેસ પક્ષની પૂરી સહાનુભૂતિ અસરગ્રસ્તો સાથે છે.

'મુખ્યમંત્રી અહીંયા આવી એમનું દુ:ખ જોવે તો ખબર પડે'

મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માને છે. જો તેઓ આવું કરશે તો દાદા ભગવાન પણ માફ નહીં કરે. ગાયના નામે મત મેળવી જ્યાં ગાયો રહે છે ત્યાં જ તોડફોડ કરે છે. મુખ્યમંત્રી અહીંયા આવી એમનું દુ:ખ જોવે તો ખબર પડે. દુ:ખ જોઇ હવેથી આવા બુલડોઝર નહીં ફેરવવાની જાહેરાત કરે તો કોંગ્રેસ એમનું સન્માન કરશે.

'ગંગા કિનારે શ્રદ્ધાળુની સુરક્ષા ના થાય એ અયોગ્ય છે'

મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પીડિતો પ્રત્યે કોંગ્રેસ પક્ષની સંવેદના છે. માત્ર વોટબેંક પોલિટિક્સ માટે પ્રચાર-પ્રસાર માધ્યમ માટે, પોતાની પબ્લિસિટી સ્ટંટ માટે સરકાર મોટા પાયે ખર્ચ કરતી હોય અને બીજી તરફ ગંગા કિનારે જનારા શ્રદ્ધાળુની સુરક્ષા ના થાય એ અયોગ્ય છે. સરકારને વિનંતી કે તેઓ શ્રદ્ધાળુઓની સુરક્ષાની વ્યવસ્થા કરે.

આ પણ વાંચો: Rajkot: હવે મારી પાસે રૂપિયા નથી, થાકી ગયો છું.... વ્યાજખોરોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી

Tags :
Advertisement

.

×