Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad:કૃષ્ણનગર વિસ્તારમાં 40 લાખની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં લૂંટ ઘટના ગઈકાલે સાંજે વસંતનગર છાપરા સામે બની હતી લૂંટની ઘટના 40 લાખ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર   Ahmedabad Robbery:અમદાવાદમાં ફરી એક વખત લૂંટની(robbers) ઘટનાનો બનાવ બન્યો છે.શહેરના કૃષ્ણનગર (Krishnanagar) વિસ્તારમાં રૂપિયા 40 લાખની લૂંટની...
ahmedabad કૃષ્ણનગર વિસ્તારમાં 40 લાખની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર
Advertisement
  • અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં લૂંટ ઘટના
  • ગઈકાલે સાંજે વસંતનગર છાપરા સામે બની હતી લૂંટની ઘટના
  • 40 લાખ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર

Ahmedabad Robbery:અમદાવાદમાં ફરી એક વખત લૂંટની(robbers) ઘટનાનો બનાવ બન્યો છે.શહેરના કૃષ્ણનગર (Krishnanagar) વિસ્તારમાં રૂપિયા 40 લાખની લૂંટની ઘટના બની છે.2 બુકાનીધારી શખ્સો રૂપિયા 40 લાખ લૂંટીને ફરાર થઈ ગયા છે. રોડ પર અકસ્માતના બહાને કાર ચાલકને રોકીને 2 બુકાનીધારીએ લૂંટ ચલાવી છે. ત્યારે આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી

તમને જણાવી દઈએ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ, મર્ડર, મારામારી અને અન્ય ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો ધોળા દિવસે પણ મારામારી અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારમાં સમયસર પેટ્રોલિંગ કરવામાં આવે અને અવાવરૂ જગ્યાઓ અને ઓછી અવર-જવર થતી હોય તેવા વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી શહેરીજનો માગ કરી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Gujarat:રાજયમાં ઠંડીનું જોર વધ્યું, ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું

શહેરમાં લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરના ઘોડાસરમાં લૂંટની ઘટના બની હતી અને જેમાં આરોપી બે સગીરા પર હુમલો કરીને રૂપિયા 1.76 લાખ લૂંટીને ફરાર થઈ ગયો હતો, જો કે પોલીસે તાત્કાલિક તપાસ આદરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી તુષાર કોષ્ટી ફરિયાદીની જ ડેરીમાં નોકરી કરતો હતો અને દારુ પીવાના કારણે નોકરીમાંથી કાઢી મુક્યો હતો અને તેની અદાવતમાં તેને લૂંટ કરી હતી. જો કે આ સિવાય પણ અગાઉ કર્ણાવતી કલબની સામે પણ લાખો રૂપિયાની લૂંટની ઘટના બની હતી.

Tags :
Advertisement

.

×