Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah એ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ

સવારે Amit Shah એ લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે ત્રણ જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વૃક્ષારોપણ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit...
ahmedabad  કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી amit shah એ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ
Advertisement
  • સવારે Amit Shah એ લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
  • મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે ત્રણ જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વૃક્ષારોપણ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah આજે અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. આજે સવારે તેઓએ લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા છે. તેમજ ત્યાર બાદ પુનઃવિકસિત લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેની સાથે જ અમદાવાદ મહાનગરમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે.

Advertisement

Advertisement

મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે ત્રણ જગ્યાએ ગૃહમંત્રી Amit Shah દ્વાર વૃક્ષારોપણ

મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે ત્રણ જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વૃક્ષારોપણ કરાયુ છે. જેમાં પ્રથમ સાબરમતી ખાતે આવેલા આહવાડીયા તળાવમાં વૃક્ષારોપણ, ત્યાર પછી સ્ટેડિયમ વોર્ડની અંદર વૃક્ષારોપણ કર્યું છે.

અમદાવાદના સરદારબાગ ગાર્ડન, જેને UNM ફાઉન્ડેશને PPP મોડેલ પર તૈયાર કર્યું છે, તેનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. બાદમાં અમિત શાહ ઘાટલોડિયા ખાતે પાણીની ટાંકીની બાજુમાં સ્થિત આયુષ્યવનની મુલાકાત લઇ અને ત્યાં વૃક્ષારોપણ કર્યું છે. ઉપરાંત ત્યાં જ વિવિધ ચેરમેન સેક્રેટરી સાથે મુલાકાત કરી અને એક હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું છે.

રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી

મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે 30મી ઓગસ્ટ એ તેમણે મોડી સાંજે શહેરના જોધપુર અને વસ્ત્રાપુર વિસ્તારમાં બે જાહેર ગણેશ મહોત્સવમાં દર્શન કર્યા હતાં. તેમજ આજે પણ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં Amit Shah હાજર રહ્યાં છે. અમિત શાહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી છે.

આ પણ વાંચો: Board Exam 2026માં ધો.10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રોમાં થશે ફેરફાર, જાણો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું

Tags :
Advertisement

.

×