Ahmedabad: વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, બસ ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી
- અમદાવાદના વિરમગામ તાલુકામાં ધોધમાર વરસાદ
- વિરમગામ શહેરમાં તંત્રના પાપે પ્રજા પરેશાન
- વરસાદે નગરપાલિકા તંત્રની પોલ ખોલી
- ભરવાડી દરવાજા વિસ્તારમાં ઘરમાં ભરાયા પાણી
અમદાવાદના વિરમગામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વિરમગામ શહેરમાં તંત્રના પાપે પ્રજા પરેશાન થઈ છે. વરસાદે નગરપાલિકા તંત્રની પોલ ખોલી નાંખી છે. ધોધમાર વરસાદને પગલે ભરવાડી દરવાજા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા હતા. તંત્રની પ્રિ-મોન્સીન કામગીરી પર અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.
વરસાદી પાણી ભરાવાનું નિરાકણ લાવવામાં આવેઃ મહેશભાઈ યાદવ
સ્થાનિક મહેશભાઈ યાદવે જણાવ્યું હતું કે, અમે સૌથી નીચાણવાળા વિસ્તારની અંદર કેડ સમા પાણી ભરાયા છે. તેમજ ભરવાડી દરવાજા વિસ્તારમાં આવેલ ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. દર વર્ષે વરસાદી માહોલમાં જે પાણી ભરાય છે. તે પાણી ન ભરાય તે માટે બને તેટલું જલ્દી નિરાકરણ લાવવામાં આવે તેમ જણાવ્યું હતું.
ભારે વરસાદે નગરપાલિકાની ખોલી પોલ
વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થવા પામી છે. તંત્રના પાપે વિરમગામની પ્રજા પરેશાન થવા પામી છે. ભારે વરસાદે નગરપાલિકાની પોલ ખોલી છે. મોટા પરકોટા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા છે. વોર્ડ નં. 7 ના ભાજપ કાઉન્સિલરના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ પણ આ જ વિસ્તારના રહેવાસી છે. ભારે હાલાકી વચ્ચે નગરપાલિકા તંત્ર ઘરો નિંદ્રામાં છે.
આ પણ વાંચોઃ Rajkot : લક્ષ્મીનગર વિસ્તારમાં રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, સ્થાનિકોમાં રોષ
બસ ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી
વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. વિરમગામ બસ ડેપોમાં વરસાદી પાણી ભરાયા હતા. બસ ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરે પાણીમાં થઈને બસમાં બેસવા મજબૂર બન્યા હતા.
આ પણ વાંચોઃ VADODARA : કારના એન્જિનમાંથી સાપનું રેસ્ક્યૂ, મોડી રાત્રે દિલધડક દ્રશ્યો સર્જાયા


